Adani Stocks Bounce Back : ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં રિકવરી નોંધાઈ, Adani Enterprises એ 10%ની છલાંગ લગાવી

|

Mar 01, 2023 | 10:26 AM

Adani Stocks Bounce Back : એક મીડિયાના અહેવાલ મુજબ 28 ફેબ્રુઆરીએ જણાવાયું હતું કે સેબી બંને પક્ષોના આરોપોની તપાસ કરી રહી છે. આ બાબતથી વાકેફ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી દ્વારા અત્યાર સુધી કોઈ ગેરરીતિઓ મળી નથી. જો કે, સેબીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

Adani Stocks Bounce Back : ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં રિકવરી નોંધાઈ, Adani Enterprises એ 10%ની છલાંગ લગાવી

Follow us on

Adani Stocks Bounce Back : છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સતત ઘટાડો અટકી રહ્યો છે. અદાણી ગ્રુપની તમામ 9 કંપનીઓના શેર આજે સવારે  લીલા નિશાનમાં એખાય રહ્યા છે. આજે 4 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી હતી. તે જ સમયે અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવમાં આજે 9 ટકા કરતા વધુનો ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી જે શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના અદાણી ગ્રૂપ સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે તેને અત્યાર સુધી કોઈ ગેરરીતિઓ મળી નથી. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ માટે આ મોટી રાહતની વાત છે.

એક મીડિયાના અહેવાલ મુજબ 28 ફેબ્રુઆરીએ જણાવાયું હતું કે સેબી બંને પક્ષોના આરોપોની તપાસ કરી રહી છે. આ બાબતથી વાકેફ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી દ્વારા અત્યાર સુધી કોઈ ગેરરીતિઓ મળી નથી. જો કે, સેબીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના અનુપાલન અને ટ્રેડિંગના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે સેબીના આ પગલાને ઔપચારિક તપાસ તરીકે ન સમજવી જોઈએ.

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

અદાણી ગ્રુપના સ્ટોક્સની છેલ્લી સ્થિતિ ( 01-03-2023 , 10:16 am update)

Company Live Price /
Volume
Change % Intraday
High / Low
52 Wk
High / Low
Prev Close / Open
ACC 1,762.80
191.1k
+31.10
(1.80%)
1767.75
1735.65
2785.00
1659.00
1,731.70
Adani Enterpris 1,487.90
5.32m
+124.05
(9.10%)
1493.00
1411.00
4190.00
1017.45
1,363.85
Adani Green Ene 509.55
331.77k
+24.25
(5.00%)
509.55
501.90
3050.00
439.10
485.30
Adani Ports 608.20
4.87m
+15.75
(2.66%)
608.90
594.60
987.85
395.10
592.45
Adani Power 153.60
1.09m
+7.30
(4.99%)
153.60
152.15
432.50
115.35
146.30
Adani Total Gas 712.45
3.3m
+33.90
(5.00%)
712.45
650.00
4000.00
650.00
678.55
Adani Trans 675.00
1.88m
+32.10
(4.99%)
675.00
631.50
4236.75
631.50
642.90
Adani Wilmar 379.70
835.02k
+18.05
(4.99%)
379.70
368.90
878.00
327.25
361.65
Ambuja Cements 351.35
3.62m
+9.25
(2.70%)
352.00
344.20
598.00
274.00
342.10

શેરબજારની શરૂઆત

નિક શેરબજારની મુવમેન્ટ આજે થોડી સ્થિર જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની શરૂઆત સારી વૃદ્ધિ સાથે લીલા નિશાનમાં થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી શેરોમાં જોરદાર કારોબાર થઈ રહ્યો છે. આજે બેંક શેરોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારને પણ થોડો સપોર્ટ મળી રહ્યો છે.શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174.36 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 59,136.48 પર ખુલ્યોતો બીજી તરફ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 56.15 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 17,360.10 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.

Published On - 10:23 am, Wed, 1 March 23

Next Article