દેહરાદૂન સ્થિત ફાર્મા કંપની વિન્ડલાસ બાયોટેક (Windlas Biotech) અને ગુજરાત સ્થિત ટાઇલ્સ ઉત્પાદક એક્ક્ઝારો ટાઇલ્સ(Exxaro Tiles)ના શેર આજરોજ શેરબજારમાં લિસ્ટ થશે. આ બંને કંપનીઓના IPO 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા હતા. વિન્ડલેસ બાયોટેકનો ઇશ્યૂ 22.47 ગણો અને એક્ઝારો ટાઇલ્સનો આઇપીઓ 22.68 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
વિન્ડલેસ બાયોટેકે IPO મારફતે રૂ. 401.54 કરોડ અને એક્ક્ઝારો ટાઇલ્સએ 161.09 કરોડ એકત્ર કર્યા હતા. વિન્ડલેસ બાયોટેકે ઇશ્યૂ પ્રાઇસ 460 રૂપિયા પ્રતિ શેર મુકી હતી જ્યારે એક્ક્ઝારો ટાઇલ્સનો અપર બેન્ડ 120 રૂપિયા પ્રતિ શેર હતો. હવે આ કંપનીના રોકાણકારો લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં વિન્ડલાસ બાયોટેક આશરે 17-18 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે જ્યારે એક્ઝારો ટાઇલ્સના શેરની કિંમત ઇશ્યૂ કિંમત કરતાં 8.3 ટકા વધારે દેખાઈ કરી રહી છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ
નિષ્ણાતોના મતે, વિન્ડલાસ બાયોટેક ગ્રે માર્કેટમાં 80 થી 85 રૂપિયા એટલે કે 17.4 થી 18.5 ટકાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે, તેની કિંમત 540 થી 545 રૂપિયા ચાલી રહી છે જ્યારે તેની ઇશ્યૂ કિંમત 460 રૂપિયા પ્રતિ શેર છે. એ જ રીતે એક્ક્ઝારો ટાઇલ્સના શેરની કિંમત ગ્રે માર્કેટમાં રૂ 130 પર ટ્રેડ થઈ રહી છે જે તેની ઇશ્યૂ કિંમત કરતાં 10 રૂપિયા વધારે છે. તેની ઇશ્યૂ કિંમત 120 રૂપિયા રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : Share Market : ટોચની 10 કંપનીઓમાંથી 8 ની માર્કેટ કેપમાં 1.6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો, TCS રહ્યું TOP GAINER
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : એક મહિનાથી સ્થિર પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે? કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર