Stock Update : સપ્તાહના પહેલા કારોબારી દિવસે ક્યાં શેર વધ્યા અને ક્યાં તૂટ્યા ? કરો એક નજર

|

Sep 20, 2021 | 9:51 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા સ્તરે ખૂલ્યા છે. નિફ્ટી 17400 ની નીચે અને સેન્સેક્સ 58525 ના નીચા સ્તરે દેખાયા હતા

સમાચાર સાંભળો
Stock Update : સપ્તાહના પહેલા કારોબારી દિવસે ક્યાં શેર વધ્યા અને ક્યાં તૂટ્યા ? કરો એક નજર
symbolic Image

Follow us on

આજના શરૂઆતી કારોબારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.14 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.34 ટકાનો ઘટાડો નોંધવામાં કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.06 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 1.25 ટકાના ઘટાડાની સાથે 37,339.65 ના સ્તર પર છે.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા સ્તરે ખૂલ્યા છે. નિફ્ટી 17400 ની નીચે અને સેન્સેક્સ 58525 ના નીચા સ્તરે દેખાયા હતા. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 377 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 125 અંકો સુધી લપસ્યો હતો.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, આઈટી, ફાર્મા, રિયલ્ટી અને મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે \ જ્યારે એફએમસીજી શેરોમાં વધારો દેખાયો છે. શરૂઆતી કારોબારમાં બજારની નરમાશ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરીએ એક નજર

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

લાર્જ કેપ
ઘટાડો : ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, આઈશર મોટર્સ, બજાજ ઑટો, ટાટા મોટર્સ, હિરો મોટોર્સ અને અદાણી પોર્ટ
વધારો : એચયુએલ, એચસીએલ ટેક, આઈટીસી, ડિવિઝ લેબ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ

મિડકેપ
ઘટાડો : અદાણી ટ્રાન્સફર, જિંદાલ સ્ટીલ, સેલ, અદાણી પાવર અને ચોલા ઈન્વેસ્ટમેન્ટ
વધારો : બજાજ હોલ્ડિંગ્સ, સન ટીવી નેટવર્ક, ઈન્ફો એજ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી અને ક્રિસિલ

સ્મોલકેપ
ઘટાડો : બીએલએસ ઈન્ટરનેશન, ગોદાવરી પાવર, અજમેરા રિયલ્ટી, ઝેન ટેક અને યારી ડિજીટલ
ઘટાડો : એચએલઈ ગ્લાસકોટ, રેલ વિકાસ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, થિરૂમલાઈ કેમિકલ્સ અને ડેલ્ટા કૉર્પ

શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા
આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજાર(Share Market)ની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ(Sensex) 58,634 અને નિફ્ટી(Nifty) 17,443 પર ખુલ્યો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 350 અંક અને નિફ્ટી 125 અંક ઘટીને થોડા રિકવર થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર વધી રહ્યા છે અને 25 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં ટાટા સ્ટીલનો શેર લગભગ 5% ની નબળાઈ અને ઈન્ડસઈન્ડ બેંકના શેર 2% ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.

BSE પર 2,555 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે જેમાં 830 શેર વધારા સાથે જોવા મળી રહ્યા છે અને 1,606 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડનોંધાઈ છે. અગાઉ શુક્રવારે સેન્સેક્સ 125 અંક ઘટીને 59,015 અને નિફ્ટી 44 અંક ઘટીને 17,585 પર બંધ થયો હતો.

 

આ પણ વાંચો :  Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારની નરમ શરૂઆત , સતત રહેલી તેજી બાદ કરેક્શનનું નિષ્ણાંતોનું અનુમાન

 

આ પણ વાંચો : PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર

Next Article