Stock Update : લીલા નિશાન ઉપર કારોબાર કરી રહેલા શેરબજારમાં શું છે આજે સ્ટોક્સની હલચલ? જાણો અહેવાલમાં

|

Sep 02, 2021 | 10:21 AM

આજના પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં સેન્સેક્સ 57,423.65 ની સપાટીએ ખુલ્યું છે તો બીજી તરફ નિફ્ટીએ 17,095 ના લેવલે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

સમાચાર સાંભળો
Stock Update : લીલા નિશાન ઉપર કારોબાર કરી રહેલા શેરબજારમાં શું છે આજે સ્ટોક્સની હલચલ? જાણો અહેવાલમાં
Stock Update

Follow us on

ભારતીય શેરબજાર(Share Market) આજે મજબૂત સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યા છે. બે દિવસની તેજી બાદ બુધવારે સૂચકાંક થોડો ગગડ્યો હતો જોકે આજે સેન્સેક્સ અને નિફટી ગઈકાલની ખોટ રિકવર કરતા નજરે પડી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

આજના પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં સેન્સેક્સ 57,423.65 ની સપાટીએ ખુલ્યું છે તો બીજી તરફ નિફ્ટીએ 17,095 ના લેવલે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.31 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.32 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.07 ટકા મામૂલી ઘટાડાની સાથે 36,548.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આજે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ સ્ટોક્સ વધારા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે જ્યારે ઑટો, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં નબળાઈ દેખાઈ રહી છે.

શરૂઆતી કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર તૂટ્યા તે ઉપર કરીએ એક નજર

લાર્જ કેપ
વધારો : ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, એચડીએફસી લાઈફ, અદાણી પોર્ટ્સ, ટાઈટન, કોલ ઈન્ડિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટ
ઘટાડો : હિરોમોટોકૉર્પ, આઈઓસી, ટેક મહિન્દ્રા બેન્ક, મારૂતિ સુઝુકી, બજાજ ઑટો અને એચસીએલ ટેક

મિડકેપ
વધારો : અદાણી પાવર, હિંદુસ્તાન એરોન, યુનાઈટેડ બ્રુઅરીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને નેટકો ફાર્મા
ઘટાડો : બેન્ક ઑફ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સફર, જેએસડબ્લ્યુ એનર્જી, ઑબરૉય રિયલ્ટી અને અદાણી ગ્રીન

સ્મૉલકેપ
વધારો : કિટેક્સ ગાર્મેન્ટ્સ, ઝેન ટેક, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન ફૂડ્ઝ અને મોરેપન લેબ
ઘટાડો : બ્રાઈટકૉમ ગ્રુપ, બટરફ્લાય, સોમાણી સિરામિક્સ, અદાણી ટોટલ ગેસ અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ

આ બે કંપનીઓના IPO માં છે રોકાણની તક
રોકાણકારો માટે બે IPO કમાણીની તક લાવ્યા છે. પેહલો IPO એમી ઓર્ગેનિક્સ(Amy Organics)નો છે અને બીજો વિજયા ડાયગ્નોસ્ટિક્સ(Vijaya Diagnostic) છે. રોકાણકારો 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી બંને IPOમાં રોકાણ કરી શકે છે. આ આઈપીઓની લિસ્ટિંગ 14 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. કંપની કેવી છે અને નાણાંનું રોકાણ કરવું કે નહીં તે નિર્ણય લેવા માહિતી માટે તમે અહેવાલ વાંચી શકો છો.

Amy Organics IPO
Price Band                     : Rs 603-610
From when to                : 1st to 3rd September
Lot Size                           : 24 Shares
Minimum investment : Rs 14,640
Estimated listing          : September 14

Vijaya Diagnostic IPO
Price Band                      : Rs 522-531
From when to                : 1st to 3rd September
Lot Size                           : 28 Shares
Minimum investment : Rs 14,868
Estimated listing          : September 14

Next Article