Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

|

Sep 03, 2021 | 10:05 AM

આજના કારોબારમાં એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

સમાચાર સાંભળો
Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર કરો એક નજર
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં આજે બંને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)વૃદ્ધિ સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર છે.

આજના કારોબારમાં એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

લાર્જકેપ
વધારો : આઈશર મોટર્સ, ટાઈટન, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ, આઈઓસી, ઈન્ડુસઈન્ડ બેન્ક અને એસબીઆઈ
ઘટાડો : એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક, એચયુએલ, સિપ્લા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એમએન્ડએમ અને ટાટા કંઝ્યુમર

મિડકેપ
વધારો : એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોન, ભારત ફોર્જ, અદાણી ટ્રાન્સફર અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ
ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, ઈન્ફો એજ, અદાણી પાવર, એબીબી ઈન્ડિયા અને સીજી કંઝ્યુમર

સ્મૉલકેપ
વધારો : પિલાની ઈનવેસ્ટ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, ઝેન ટેક, એસ એચ કેલકર અને સોરિલ ઈન્ફ્રા
ઘટાડો : ઈન્ડિયા મેટલ્સ, બ્રાઈટકોમ ગ્રુપ, એલમ્બિક, અફેલ ઈન્ડિયા અને ફિલાટેક્સ ઈન્ડિયા

10 નવી કામનીઓ લિસ્ટ થઈ
શેરબજારમાં ઓગસ્ટ દરમિયાન 10 કંપનીઓએ પ્રથમ વખત બજારમાં પ્રવેશ કર્યો અને આમાંથી અડધી કંપનીઓએ પ્રદર્શન એવરેજ કર્યું છે. નિષ્ણાતોના મતે વર્ષ 2020 દરમિયાન અને આ વર્ષના પ્રથમ આઠ મહિનામાં IPO ના શાનદાર પ્રદર્શનની પણ બજાર પર અસર પડી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 20 થી વધુ કંપનીઓએ IPO મારફતે 45,000 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે અને તાજેતરમાં IPO બજારમાં ભારે હલચલ ચાલી રહી છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ, રોલેક્સ રિંગ્સ, એક્ઝારો ટાઇલ્સ, વિન્ડલેસ બાયોટેક, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, દેવયાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ ટેક, નુવોકો વિસ્તાસ કોર્પોરેશન, ચેમ્પલાસ્ટ સનમર અને એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા જેવી કંપનીઓએ ઓગસ્ટ દરમિયાન બજારમાં પ્રવેશ કર્યો હતો.

 

આ પણ વાંચો : Share Market : શરૂઆતી કારોબારમાં શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી , SENSEX 58000 ને પાર પહોંચ્યો

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

 

Next Article