Stock Update : શેરબજારની તેજી વચ્ચે આ સ્ટોક તમને લાભ કરાવી શકે છે, જાણો આજના Gainer Stocks વિશે

|

Dec 07, 2021 | 10:06 AM

સવારે ૧૦ વાગ્યાના અરસામાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 550 અંક એટલે કે 1 ટકાના વધારાની સાથે 57300 ને પાર કારોબાર કરી રહ્યા છે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150 અંક એટલે કે 0.90 ટકા ઉછળીને 17,072 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Stock Update : શેરબજારની તેજી વચ્ચે આ  સ્ટોક તમને લાભ કરાવી શકે છે, જાણો આજના Gainer Stocks  વિશે
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર આજે રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યું છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સ્થિતિ દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં પોણા ટકાથી વધુ ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

સવારે ૧૦ વાગ્યાના અરસામાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 550 અંક એટલે કે 1 ટકાના વધારાની સાથે 57300 ને પાર કારોબાર કરી રહ્યા છે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150 અંક એટલે કે 0.90 ટકા ઉછળીને 17,072 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક વધારા સાથે જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.18 ટકા વધારાની સાથે 36,157.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પ્રારંભિક કારોબારમાં આ શેર્સ લાભ કરાવી રહ્યા છે

લાર્જકેપ
હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ અને ટાટા મોર્ટ્સ

મિડકેપ
ઈન્ડિય હોટલ્સ, ક્રિસિલ, એબી કેપિટલ, આદિત્ય બિરલા ફેશન અને આરબીએલ બેન્ક

સ્મૉલકેપ
63 મૂન્સ ટેક, ટેક્નોક્રાફ્ટ, એમએમટીસી, રેમ્કી ઈન્ફ્રા અને મંગલમ ઑર્ગન

 

 

આ શેર્સમાં નરમાશ જોવા મળી છે

લાર્જકેપ
ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ડિવિઝ લેબ અને સન ફાર્મા

મિડકેપ
રેમ્કો સિમેન્ટ, અજંતા ફાર્મા, ટોરેન્ટ પાવર, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને ગ્લેન્ડ

સ્મોલકેપ
કોપરન, પ્રિવિ સ્પેશલ, ગુજરાત અપોલો, હરક્યુલ્સ હોઈસ્ટ્સ અને નેક્ટડિજિટલ

 

Loser Stocks 
નરમાશ દર્જ કરનાર શેર્સમાં લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા અને ડૉ. રેડ્ડીનો સમાવેશ થાય છે. આજે માર્કેટ કેપ રૂ. 259 લાખ કરોડની નજીક છે. નિફટીના  મિડ કેપ 50, બેન્ક ફાઇનાન્શિયલ અને નિફ્ટી નેક્સ્ટ 50 સૂચકાંકો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

નિફ્ટીના 42 શેરમાં વૃદ્ધિ 
નિફ્ટીના 50 શેરોમાંથી 42 સ્ટૉક ઉપર છે જ્યારે 7  નુકસાનમાં છે. ગેઈનર શેર્સમાં હિન્દાલ્કો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને કોટક બેંક છે. સિપ્લા, ટેક મહિન્દ્રા, એરટેલ અને ડિવિઝ લેબના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે.

 

આ પણ વાંચો : Share Market : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો

 

આ પણ વાંચો : શેરબજારમાં ઘટાડા છતાં સરકાર ચોથા ક્વાર્ટરમાં LICનો IPO લાવશે, જાણો વિગતવાર

Published On - 10:05 am, Tue, 7 December 21

Next Article