Stock Update : પ્રારંભિક કારોબારમાં શેર્સમાં કેવી રહી હલચલ ? કરો એક નજર

|

Sep 21, 2021 | 10:07 AM

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો થયો છે.

સમાચાર સાંભળો
Stock Update : પ્રારંભિક કારોબારમાં શેર્સમાં કેવી રહી હલચલ ? કરો એક નજર
Symbolic Image

Follow us on

આજના કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં વેચવાલી અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.01 ટકાની મજબૂતીની દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.24 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.15 ટકા વધારાની સાથે 37,202.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો થયો છે. કરીએ એક નજર આજના પ્રારંભિક કારોબા દરમ્યાનના શેર્સના ઉતાર – ચઢાવ ઉપર….

લાર્જકેપ
વધારો : એચસીએલ ટેક, એચયુએલ, ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એશિયન પેંટ્સ અને ઓએનજીસી
ઘટાડો : દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, આઈઓસી, બીપીસીએલ, એક્સિસ બેન્ક, હિંડાલ્કો અને નેસ્લે ઈન્ડિયા

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મિડકેપ
વધારો : બજાજ હોલ્ડિંગ્સ, ઑયલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોન, ગોદરેજ પ્રોપર્ટી અને એમફેસિસ
ઘટાડો : અપોલો હોસ્પિટલ, આઈજીએલ, વર્હ્લપુલ, ઈન્ડિયન હોટલ્સ અને મોતિલાલ ઓસવાલ

સ્મૉલકેપ
વધારો : શેર ઈન્ડિયા, નેલ્કો, બ્રાઈટકોમ ગ્રુપ, કિરતી ઈન્ડસ્ટ્રીઝ અને ગુજરાત થેમિસ
ઘટાડો : બીએલએસ ઈન્ટરનેશન, ગોદાવરી પાવર, એજીસી નેટવર્ક્સ, એક્સપ્લો સોલ્યુંશન અને એચએલઈ ગ્લાસકોટ

આજે આ કંપનીમાં રોકાણ માટેની તક
Paras Defence and Space IPO: પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો 170.77 કરોડ રૂપિયાનો IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO 21-23 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPO ની પ્રાઇસ બેન્ડ 165-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ IPO હેઠળ 140.6 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે અને ઓફર ફોર સેલ (OFS) હેઠળ રૂ 30.17 કરોડના 17.24 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ જે સેક્ટરમાં છે, તે સેક્ટરમાં કોઈ પણ કંપની ભારતીય બજારમાં લિસ્ટેડ નથી એટલે કે તેની પાસે દેશમાં કોઈ લિસ્ટેડ ઈન્ડસ્ટ્રી પિયર્સ નથી.

આ કંપનીના IPO ના શેરની થશે ફાળવણી
ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી આજે 21 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. નીચે આપેલી લિન્કની મદદથી આપણે શેર મળ્યા કે નહિ તે જાણી શકાશે.

BSE ની વેબસાઈટ https://www.bseindia.com/investors/appli_check.aspx

રજિસ્ટ્રારની વેબસાઇટ linkintime.co.in/MIPO/Ipoallotment.html

 

આ પણ વાંચો : Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

 

આ પણ વાંચો : Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

Published On - 10:07 am, Tue, 21 September 21

Next Article