Stock Update : શેરબજારમાં નરમાશ વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર – ચઢાવ? જાણો અહેવાલમાં

|

Oct 25, 2021 | 9:54 AM

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1 ટકા આસપાસની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

Stock Update : શેરબજારમાં નરમાશ વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર - ચઢાવ? જાણો અહેવાલમાં
Dalal Street

Follow us on

Stock Update : આજે શેરબજારમાં મજબૂત શરૂઆત થઈ હતી જોકે બાદમાં બજારની ગતિ નીચે તરફ રહી હતી. આજના કારોબારમાં બેન્કો અને નાણાકીય શેરોમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેંક ઇન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત થયો છે. ICICI બેંકના શેર્સમાં ત્રિમાસિક પરિણામો બાદ મજબૂત તેજી જોવા મળી છે.

મેટલ અને ફાર્મા શેરોમાં પણ સારો કારોબાર જોવા મળી રહ્યો છે જ્યારે ઓટો, આઈટી, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના ટોપ ગેનર્સમાં ICICI બેન્ક, AXIS BANK, M&M, LT, BHARTIARTL, BAJAJFINSV અને SBIનો સમાવેશ થાય છે.

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1 ટકા આસપાસની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.14 ટકા વધારાની સાથે 40,783.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ નબળાઈની જોવાને મળી રહી છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવા મળ્યો છે.

એક નજર પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો

લાર્જકેપ
વધારો : આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ઓએનજીસી, એમએન્ડએમ, આઈઓસી, એચડીએફસી અને એનટીપીસી
ઘટાડો : ઈન્ડસઈન્ડ બેન્ક, ડિવિઝ લેબ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને એચસીએલ ટેક

મિડકેપ
વધારો : ઑયલ ઈન્ડિયા, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, વર્હ્લપુલ, કેનેરા બેન્ક અને યુનિયન બેન્ક
ઘટાડો : આઈઆરસીટીસી, અદાણી પાવર, નિપ્પોન, ટીવીએસ મોટર્સ અને ઑબરૉય રિયલ્ટી

સ્મોલકેપ
વધારો : ગોકુલ એગ્રો, એનઆઈઆઈટી, અંબિકા કોટન, સુબ્રોસ અને ભાગિરથ કેમિકલ
ઘટાડો : સયાદ્રી ઈન્ડસ્ટ્રીઝ, એક્સચેન્જિંગ સોલ્યુશંસ, ડોડલા ડેરી, શ્રીકલાહસ્તી અને રેલ વિકાસ

આ કંપનીઓના આજે પરિણામ જાહેર થશે
આજે 25 ઓક્ટોબરે કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં ટેક મહિન્દ્રા, કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા), એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, એબીએસએલ એએમસી, સીએટ, કોફોર્જ, સીએસબી બેંક, આઈસીઆરએ, ઈન્ડસ ટાવર્સ, કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ, મંગલમ ઓર્ગેનિક, ઓરિએન્ટ સિમેન્ટ, રામકો સિમેન્ટ અને એસઆરએફનો સમાવેશ થાય છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
F&O અંતર્ગત આજે NSE પર 6 શેરો ટ્રેડિંગ નહીં કરે. આ 6 શેરોમાં Escorts, Indiabulls Housing Finance, Vodafone Idea, Indian Energy Exchange, PNB અને SAILનો સમાવેશ થાય છે.

Published On - 9:52 am, Mon, 25 October 21

Next Article