
HIGH RETURN STOCK : સેન્કો ગોલ્ડ આઈપીઓ(Senco Gold IPO)એ એવી કંપનીઓમાંની એક છે કે જેમના આઈપીઓ(IPO)એ તાજેતરમાં શેરબજારમાં લિસ્ટિંગ બાદ સારો દેખાવ કર્યો છે. કંપનીના શેરના ભાવમાં 27 સપ્ટેમ્બર 2023 ના રોજ બુધવારે 17 ટકાનો વધારો(Senco Gold Ltd Share Price 52 Week High) જોવા મળ્યો હતો.
એક સમયે BSEમાં કંપનીના શેર 600 રૂપિયાના આંકને પાર કરી ગયા હતા. તમને જણાવી દઈએ કે, સેનકો ગોલ્ડનો આઈપીઓ આ વર્ષે જુલાઈ મહિનામાં આવ્યો હતો.
સેન્કો ગોલ્ડનો શેર બુધવારે બીએસઈમાં રૂપિયા 533ના સ્તરે ખૂલ્યો હતો. થોડી જ વારમાં, કંપનીના શેર 17 ટકાથી વધુના વધારા સાથે રૂ. 626.40ના સ્તરે પહોંચી ગયા. આ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. આ પહેલા મંગળવારે સેન્કો ગોલ્ડના શેર રૂપિયા 532.35ના સ્તરે બંધ થયા હતા.
| Company Name | CLOSING PRICE | gain Rs | gain (%) | Volume | Value (Rs. Lakhs) |
| Senco Gold | 608.65 | 76.3 | -14.33% | 86,535 | 461.02 |
સેન્કો ગોલ્ડનો આઈપીઓ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી ખુલ્યો હતો. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 301 થી રૂ. 317 હતી. સેન્કો ગોલ્ડ આઈપીઓની લોટ સાઈઝ 47 શેરની હતી. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 14,899 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું. સેન્કો ગોલ્ડનો IPO BSE NSEમાં લિસ્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે, કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા 121.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
સેન્કો ગોલ્ડ BSE પર રૂપિયા 431 પર લિસ્ટ થયો હતો. તે જ સમયે, કંપની એનએસઈમાં રૂપિયા 430 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ હતી. લિસ્ટિંગના દિવસે જ કંપનીએ રોકાણકારોને 100 રૂપિયાથી વધુનો નફો કર્યો હતો.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.