Stock Tips : મારુતિનો શેર 52 સપ્તાહની ટોચે ઉછળ્યો, 1 શેરની કિંમત રૂપિયા 10720 સુધી પહોંચી

Stock Tips : મારુતિ સુઝુકી ઈન્ડિયા(Maruti Suzuki India)નો શેર સોમવાર આજે  25 સપ્ટેમ્બરે 52 સપ્તાહની ટોચે(Maruti Suzuki India Share 52 Week High) પહોંચ્યો હતો. સોમવારે સવારે શેર BSE  પર રૂ. 10536.45 ના પાછલા બંધ ભાવે ખૂલ્યો હતો. બપોર સુધીમાં તેમાં 1.5 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો અને તે રૂપિયાની 10720ની ઉપલી સપાટીને સ્પર્શી ગયો હતો.

Stock Tips : મારુતિનો શેર 52 સપ્તાહની ટોચે ઉછળ્યો,  1 શેરની કિંમત રૂપિયા 10720 સુધી પહોંચી
| Edited By: | Updated on: Sep 25, 2023 | 2:04 PM

Stock Tips : મારુતિ સુઝુકી ઈન્ડિયા(Maruti Suzuki India)નો શેર સોમવાર આજે  25 સપ્ટેમ્બરે 52 સપ્તાહની ટોચે(Maruti Suzuki India Share 52 Week High) પહોંચ્યો હતો. સોમવારે સવારે શેર BSE  પર રૂ. 10536.45 ના પાછલા બંધ ભાવે ખૂલ્યો હતો. બપોર સુધીમાં તેમાં 1.5 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો અને તે રૂપિયાની 10720ની ઉપલી સપાટીને સ્પર્શી ગયો હતો.

શેર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

BSE  પર આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. NSE પર પણ શેર તેના અગાઉના બંધ ભાવ રૂ. 10535.15 પર ખૂલ્યો હતો અને પછી રૂ. 10720ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. BSE અનુસાર, હાલમાં મારુતિ સુઝુકીનું માર્કેટ કેપ 3,21,227.40 કરોડ રૂપિયા છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 11 ટકાનો વધારો નોંધાયો છે.

મારુતિ સુઝુકીએ ભારતીય નૌકાદળ સાથે ભાગીદારી કરી

એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે મારુતિ સુઝુકીએ ભારતીય નૌકાદળ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી પૂર્વોત્તરમાં યુવાનોમાં કારકિર્દીની તકો વિશે જાગૃતિ વધારવા માટે કરવામાં આવી છે. આ માટે આઉટરીચ પ્રોગ્રામ “Khamree Mo Sikkim”ચલાવવામાં આવશે. આ સિવાય મહારાષ્ટ્રના લોનાવાલા નેવલ બેઝથી 6,500 કિલોમીટરનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

મારુતિ સુઝુકીના 5 વાહનોમાં કુલ 45 નેવલ ઓફિસર આ યાત્રામાં ભાગ લેશે. આ વાહનોમાં ત્રણ ટ્રુ-બ્લુ ઑફ-રોડર જિમ્ની અને બે ગ્રાન્ડ વિટારા ઑલ ગ્રિપ એસયુવીનો સમાવેશ થાય છે. અધિકારીઓ મહુ, ઝાંસી, લખનૌ, વારાણસી, પટના, બાગડોગરા, ગંગટોક, લાચેન, ગુરુડોંગમા, કોલકાતા, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાંથી પસાર થશે.

આ પણ  વાંચો : Apple ભારતમાં 3 લાખ કરોડ iPhone બનાવશે, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ઉપર Make in India નો માર્ક જોવા મળશે

કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે?

મારુતિ સુઝુકીએ Q1FY24 પરિણામોની જાહેરાત પછી કોન્ફરન્સ કોલ દરમિયાન માર્કેટ શેરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2023-24 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ. 2,525 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 1,036 કરોડ હતો. જૂન ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક વધીને રૂ. 32,338 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 26,512 કરોડ હતી.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો