Stock Tips : 1 મહિનામાં 24% સુધી રિટર્ન આપનાર આ 5 સ્ટોક્સ ઉપર રાખજો નજર,તાજેતરમાં 52 સપ્તાહની ઉપલી સપાટીને સ્પર્શ્યા છે

|

Sep 28, 2023 | 8:26 AM

Stock Tips : ભારતનું સ્થાનિક શેરબજાર(Indian Share Market) એક સપ્તાહમાં 0.35% ઘટાડાનો સામનો કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત કેટલાંક ટ્રેડિંગ સપ્તાહોથી નુકસાન સાથે બંધ થઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન BSE Consumer Discretionary Indexને લગતા આવા પાંચ શેરો બજારમાં જોવા મળ્યા છે જેમણે સારું પ્રદર્શન કર્યું છે

Stock Tips : 1 મહિનામાં 24% સુધી રિટર્ન આપનાર આ 5 સ્ટોક્સ ઉપર રાખજો નજર,તાજેતરમાં 52 સપ્તાહની ઉપલી સપાટીને સ્પર્શ્યા છે

Follow us on

Stock Tips : ભારતનું સ્થાનિક શેરબજાર(Indian Share Market) એક સપ્તાહમાં 0.35% ઘટાડાનો સામનો કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત કેટલાંક ટ્રેડિંગ સપ્તાહોથી નુકસાન સાથે બંધ થઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન BSE Consumer Discretionary Indexને લગતા આવા પાંચ શેરો બજારમાં જોવા મળ્યા છે જેમણે સારું પ્રદર્શન કર્યું છે

આ સ્ટોક્સે નવી 52 સપ્તાહની ઊંચી (52 week high level) સપાટીને સ્પર્શી છે. ખાસ વાત એ છે કે આ પાંચેય શેરોએ છેલ્લા એક મહિનામાં તેમના રોકાણકારોને મોટો નફો કર્યો છે.

Divgi Torqtransfer Systems

યાદીમાં પહેલો સ્ટોક દિવગી ટોર્ક ટ્રાન્સફર સિસ્ટમ છે. જેણે છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 20% આસપાસવળતર આપ્યું છે.શેર ના સારા પ્રદર્શનને કારણે આ સ્ટોક આ સમયગાળામાં રૂ. 1091.6 ની તેની નવી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. શેરની વર્તમાન બજાર કિંમત 1055 રૂપિયા છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

Safari Industries

બીજો સ્ટોક સફારી ઇન્ડસ્ટ્રીઝનો છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. લગભગ એક મહિનામાં આ શેરે તેના રોકાણકારોને 7% વળતર આપ્યું છે. શેરનું નવું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 3985.95 છે. શેરની વર્તમાન બજાર કિંમત 3,892.70 રૂપિયા છે.

Sunteck Realty

સનટેક રિયલ્ટી સ્ટોકે છેલ્લા 1 મહિનામાં તેના રોકાણકારોને 24% નો નફો કર્યો છે. ખાસ વાત એ છે કે સારા પ્રદર્શનને કારણે સ્ટોક રૂ. 444.65ના નવા 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. શેરની વર્તમાન બજાર કિંમત 440 રૂપિયા નજીક છે.

Trent

ટ્રેન્ટ સ્ટોક વિશે વાત કરીએ તો, આ શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 6 ટકા નજીક નો વધારો દર્શાવ્યો છે. સારા ઉછાળાને કારણે તે તાજેતરમાં રૂ. 2185 ના નવા 52 સપ્તાહના સ્તરને સ્પર્શ્યો છે. શેરની વર્તમાન બજાર કિંમત 2115 રૂપિયા છે.

TVS Motor Company

TVS મોટર્સ કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં 14 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.સારી કામગીરીના કારણે TVS મોટરનો સ્ટોક તેના 52-સપ્તાહના નવા સ્તરે રૂ. 1544 પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે શેરની વર્તમાન બજાર કિંમત 1527 રૂપિયા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:26 am, Thu, 28 September 23

Next Article