વર્ષ 2023 પૂર્ણ થશે અને 2024ને આવકારવા માટે દુનિયાભરના લોકોએ તૈયારીઓ કરી છે. શેરબજાર પણ 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો તમે નવા વર્ષમાં સારા શેર્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે આપણે બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝ દ્વારા સૂચવેલા 5 કંપનીના શેર વિશે જણાવીશું.
બ્રોકરેજ એક્સિસ સિક્યોરિટીઝે ઓટો સેક્ટરની કંપની મારુતિ સુઝુકીના શેરને 10,000 થી 9,000 રૂપિયાની રેન્જમાં ખરીદવાનું સૂચન કર્યું છે. તેઓના જણાવ્યા અનુસાર શેર વર્ષ 2024માં 11% થી 16% સુધીનું રિટર્ન આપી શકે છે. બ્રોકરેજે મારુતિ સુઝુકીના સ્ટોક પર 11,000 થી 11,500 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.
બીજા સ્ટોક તરીકે એક્સિસ સિક્યોરિટીઝે પતંજલિ ફૂડ્સ કંપનીનો શેર પસંદ કર્યો છે. તેમના મતે, આ સ્ટોક વર્ષ 2024માં 21% થી 28% નું વળતર આપી શકે છે. રોકાણકાર આ શેરને 1550 થી 1490 રૂપિયાની રેન્જમાં ખરીદી શકે છે. સ્ટોકનો ટાર્ગેટ ભાવ 1835 થી 1950 રૂપિયા આપવામાં આવ્યો છે.
બ્રોકરેજને બેન્કિંગ સેક્ટરનો ત્રીજો સ્ટોક તરીકે પંજાબ નેશનલ બેન્કના શેરને 90 થી 50 રૂપિયાની રેન્જમાં ખરીદવાનું સૂચન કર્યું છે. તેમના મતે, આ સ્ટોક આવનારા વર્ષમાં 105 થી 113 રૂપિયાના લક્ષ્યાંકને સ્પર્શશે. 2024માં આ શેરમાં 20% થી 29% વધવાની શક્યતા છે.
આગામી શેર વોલ્ટાસનો છે જે રોકાણકારોને વર્ષ 2024માં 12% થી 24% સુધીનું રિટર્ન આપી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કોઈપણ રોકાણકાર આ શેરને 960 થી 930 રૂપિયાની રેન્જમાં ખરીદી શકે છે. ટાર્ગેટ પ્રાઈસ 1055 થી 1070 રૂપિયા સુધી આપવામાં આવી છે.
આ પણ વાંચો : આ કંપનીઓના શેરનું ડિવિડન્ડ જોઈને તમે ભૂલી જશો રિટર્ન, તેને કહેવામાં આવે છે માર્કેટના ‘હીરો સ્ટોક’
એક્સિસ સિક્યોરિટીઝે IT સેક્ટરમાં કાર્યરત કંપની વિપ્રોના સ્ટોક પર ભરોસો જતાવ્યો છે. તેમના મતે આ શેર 2024માં 18 ટકાથી 27 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે. કોઈપણ ઈન્વેસ્ટર્સ આ સ્ટોકને 455 થી 422 રૂપિયાની રેન્જમાં ખરીદી શકો છો. આ સ્ટોક પર ટાર્ગેટ ભાવ 530 થી 570 રૂપિયા સુધી જઈ શકે છે.