STOCK MARKET: શેરબજારમાં તેજીની રફ્તાર યથાવત, SENSEXમાં 486 અને NIFTYમાં 137 અંકનો ઉછાળો

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની તેજીની સફર આજે પણ યથાવત રહી હતી. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે.

STOCK MARKET: શેરબજારમાં તેજીની રફ્તાર યથાવત, SENSEXમાં 486 અને NIFTYમાં 137 અંકનો ઉછાળો
STOCK MARKET
| Edited By: | Updated on: Jan 11, 2021 | 4:52 PM

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની તેજીની સફર આજે પણ યથાવત રહી હતી. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી(NIFTY) 14,484ની ઉપર જ્યારે સેન્સેક્સ(SENSEX ) 49269.32 પર બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,498.20 સુધી પહોંચી તો સેન્સેક્સ 49,303.79 સુધી ઉપલું સ્તર  નોંધાવ્યું હતું. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકા ઘટીને 19,124.30ના સ્તર પર બંધ થયા છે.

 

બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.17 ટકાની નબળાઈની સાથે 18,876.44 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.27 ટકાના ઘટાડાની સાથે 31,998.90ના સ્તર પર બંધ થયા છે. આજે આઈટી, એફએમસીજી, ફાર્મા, ઑટો, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવા મળી છે. પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક             વૃદ્ધિ
સેન્સેક્સ    49,269.32    +486.81 (1.00%)
નિફટી      14,484.75      +137.50 (0.96%)

આજના કારોબારમાં બંને ઈન્ડેક્સ 1 ટકા આસપાસ વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે. કારોબારની સમાપ્તિ સમાટે સેન્સેક્સમાં 486 અને નિફટીમાં 137 અંકનો ઉછાળો નોંધાયો છે.

 

શેરબજારમાં આજના કારોબાર દરમ્યાન આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો

SENSEX
Open       49,252.31
High        49,303.79
Low         48,956.38
Closing  49,269.32

NIFTY
Open       14,474.05
High       14,498.20
Low        14,383.10
Closing  14,484.75

 

આ પણ વાંચો: વિરાટ કોહલી બન્યો પિતા, અનુષ્કા શર્માએ દીકરીને આપ્યો જન્મ