STOCK MARKET: BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

|

Feb 04, 2021 | 4:37 PM

નબળી શરૂઆત છતાં શેર બજાર(STOCK MARKET)આજે ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરાવી બંધ થવામાં સફળ રહ્યા હતા. બજેટ બાદથી શેરબજાર સતત વધતું રહ્યું છે. સતત ચાર દિવસમાં સેન્સેક્સ ઈન્ડેક્સ કુલ 4328.52 પોઇન્ટ ઉછળ્યો છે

STOCK MARKET: BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી
STOCK MARKET

Follow us on

નબળી શરૂઆત છતાં શેર બજાર(STOCK MARKET)આજે ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરાવી બંધ થવામાં સફળ રહ્યા હતા. બજેટ બાદથી શેરબજાર સતત વધતું રહ્યું છે. સતત ચાર દિવસમાં સેન્સેક્સ ઈન્ડેક્સ કુલ 4328.52 પોઇન્ટ ઉછળ્યો છે. 29 જાન્યુઆરીએ ઈન્ડેક્સ 46,285.77 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક           વૃદ્ધિ
સેન્સેક્સ    50,614.29   +358.54 
નિફટી      14,895.65    +105.70 

બજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઇ હતી. બે કલાક બાદ ખરીદી નીકળતા બજારે તેજીની વાત પકડી હતી. અંતે સેન્સેક્સ ગઈકાલના બંધથી 358 અંક વધીને 50,614.29 ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પણ 50,687.51ની ઓલ ટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. બજારમાં જબરદસ્ત ખરીદીમાં PSU બેંકોના શેરો મોખરે હતા. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 105 અંક વધીને 14,895.65 પર બંધ રહ્યો છે. ITC નો શેર આજે 6.21% સુધી વધીને બંધ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને પાર
વિશેષ બાબત એ છે કે સર્વાંગી વૃદ્ધિને કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પ્રથમ વખત 200 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. તે દેશના જીડીપી કરતા વધારે છે. 2020-21 માટે દેશનો જીડીપી 194.85 લાખ કરોડ રૂપિયા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજમાં 3,128 શેરો માં કારોબાર થયો હતો જે પૈકી 1,859 શેર વધ્યા અને 1,122 ઘટ્યા છે.

શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX
Open     50,212.25
High      50,687.51
Low       49,926.45
Closing 50,614.29

NIFTY
Open      14,789.05
High      14,913.70
Low       14,714.75
Closing 14,895.65

Next Article