Stock Market : સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજી દેખાઈ, Sensex 50,200 પાર પહોંચ્યો

|

Feb 03, 2021 | 9:48 AM

શેરબજાર (Stock Market)ની તેજી આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. સતત બે દિવસની તેજી બાદ આજે શેરબજારમાં પ્રારંભિક ઉતાર - ચઢાવ નજરે પડ્યો હતો પરંતુ બાદમાં વૃદ્ધિ દર્જ થવા લાગી હતી.

Stock Market : સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજી દેખાઈ, Sensex 50,200 પાર પહોંચ્યો
શેર બજાર 458 પોઈન્ટ વધીને 50,255 અંકે થયુ બંધ

Follow us on

શેરબજાર(Stock Market)ની તેજી આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. સતત બે દિવસની તેજી બાદ આજે શેરબજારમાં પ્રારંભિક ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો પરંતુ બાદમાં વૃદ્ધિ દર્જ થવા લાગી હતી. શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારના બંને ઈન્ડેક્સ ૦.૨ ટકાની ઉપર કારોબાર કરી રહ્યા છે.

સેન્સેક્સએ પહેલીવાર 50200 ના સ્તરને સ્પર્શ કર્યો હતો.આ પહેલા 21 જાન્યુઆરીએ પ્રથમ વખત ઇન્ડેક્સ 50,184 અને 2 ફેબ્રુઆરીએ 50,154 સુધી નોંધાયો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,231.39 ના ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે નિફટી 14,754.90 સુધી ઉછળ્યો હતો.

આજના કારોબારી સત્રમાં શરૂઆતમાં સેન્સેક્સ 49,520 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,574.15 સુધી ગોથા લગાવ્યા હતા જોકે બાદમાં ફરી બજારે તેજીની દિશા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી જ્યારે ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 9.39 વાગે )
બજાર             સૂચકઆંક             વૃદ્ધિ
સેન્સેક્સ        49,899.49     +101.77 
નિફટી          14,683.00    +35.15 

 

Next Article