સતત ચોથા દિવસે શેરબજાર(stock market) તેજી સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ(sensex) 54,576.64 પર રેકોર્ડ હાઈ લેવલસાથે ખુલ્યો છે જ્યારે નિફ્ટી(nifty) 16,288.95 પર કારોબાર શરૂ કર્યો હતો.જોકે બાદમાં વેચલાવીના પગલે બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરકી ગયા હતા.જોકે ઉતાર – ચઢાવ સતત દેખાઈ રહ્યો છે. બજારની સમયાંતરે ગ્રીન અને રેડ બંને ઝોનમાં હાજરી દેખાઈ રહી છે
આજે BSE પર 2,396 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. 1,028 શેરમાં વધારો અને 1,279 શેરમાં ઘટાડો નોંધાયો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.37 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 546.41 પોઇન્ટના વધારા સાથે 54,370 પર બંધ થયો હતો. બીજી બાજુ, નિફ્ટી 128 અંકના વધારા સાથે 16,259 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
આજે ગ્લોબલ માર્કેટના સંકેત સારા હતા. એશિયાની પૉઝિટિવ શરૂઆત થઈ છે. એસજીએક્સ નિફ્ટીમાં મામૂલી વધારો જોવાને મળ્યો હતો. અમેરિકામાં ડાઓ ફ્યુચર્સ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જો કે અમેરિકામાં કાલે ડાઓ અને એસએન્ડપી 500 ઘટાડાની સાથે બંધ થયા હતા.
આજે પીએસયુ બેન્ક , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને ઑટોમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી છે. બેન્ક નિફ્ટી નબળાઈની સાથે કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ એફએમસીજી, આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં વધારો જોવામાં આવી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા છે અને 17 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી એરટેલનો શેર 2.14%વધ્યો છે.
પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
દિગ્ગજ શેર
વધારો : આઈશર મોટર્સ, ભારતી એરટેલ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ડિવિઝ લેબ અને એસબીઆઈ લાઈફ
ઘટાડો : ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ગ્રાસિમ અને હિંડાલ્કો
મિડકેપ શેર
વધારો : એમફેસિસ, મોતિલાલ ઓસવાલ, આલ્કેમ લેબ, અદાણી ગ્રીન અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
ઘટાડો : આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, બીએચઈએલ, અદાણી ટ્રાન્સફર, આરબીએલ બેન્ક અને કેનેરા બેન્ક
સ્મૉલકેપ શેર
વધારો : કોસ્મો ફિલ્મસ, સોનાતા, તેજસ નેટવર્ક્સ, ટીએઆરસી અને ટાઈમ ટેકનો
ઘટાડો : ન્યુ ભારત વેન્ચર, ન્યુલેન્ડ લેબ, દિપક ફર્ટિલાઈઝર, ગિલ અને મનાલી પેટ્રો