Stock Market Highlights : સેન્સેક્સ સતત બીજા દિવસે 126 પોઈન્ટ વધીને 61294 પર અને નિફ્ટી 18232 પર બંધ

|

Jan 03, 2023 | 4:28 PM

Stock Market Highlights: શેરબજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 126 પોઈન્ટ વધીને 61294 પર અને નિફ્ટી 35 પોઈન્ટ વધીને 18232ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 222 પોઈન્ટના વધારા સાથે 43425 પર બંધ રહ્યો હતો. આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ફાર્મા અને આઈટી ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.

Stock Market Highlights : સેન્સેક્સ સતત બીજા દિવસે 126 પોઈન્ટ વધીને 61294 પર અને નિફ્ટી 18232 પર બંધ
Symbolic Image

Follow us on

Stock Market Highlights: શેરબજારમાં સતત બીજા કારોબારી દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 126 પોઈન્ટ વધીને 61294 પર અને નિફ્ટી 35 પોઈન્ટ વધીને 18232ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 222 પોઈન્ટના વધારા સાથે 43425 પર બંધ રહ્યો હતો. આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ફાર્મા અને આઈટી ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના ટોપ-30માં 17 શેરો ઉછાળા સાથે અને 13 શેરો નુકસાન સાથે બંધ થયા છે. એક્સિસ બેન્ક અને ટાઇટન 2-2 ટકાથી વધુ વધ્યા હતા. આ સિવાય ટીસીએસ, ટેક મહિન્દ્રા અને સન ફાર્મા મજબૂતી સાથે બંધ થયા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસીના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

આજે સવારે બજાર કેવી રીતે ખુલ્યું?

વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 92 પોઈન્ટના ઘટાડા સાથે 18163 પર ખુલ્યો, નિફ્ટી 34 પોઈન્ટના ઘટાડા સાથે 61075 પર અને બેંક નિફ્ટી 51 પોઈન્ટના ઘટાડા સાથે 43151 પર ખુલ્યો. મેટલ અને ફાર્મા ઇન્ડેક્સ પર દબાણ રહ્યુ, જ્યારે બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરો વધી રહ્યા છે. સન ફાર્મા, એચસીએલ, રિલાયન્સ જેવા શેરો દબાણ હેઠળ છે.

આજે રોકાણકારોએ 85 હજાર કરોડની કમાણી કરી છે

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવાર, 3 જાન્યુઆરીના રોજ વધીને રૂ. 284.65 લાખ કરોડ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર, 2 જાન્યુઆરીએ રૂ. 283.80 લાખ કરોડ હતું. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 85 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સેન્સેક્સના આ 5 શેરોમાં સૌથી મોટો ઉછાળો

સેન્સેક્સના 30માંથી 18 શેરો આજે તેજી સાથે બંધ થયા હતા. જે 5 શેરોમાં આજે મહત્તમ ઉછાળો જોવા મળ્યો તેમાં અનુક્રમે એક્સિસ બેન્ક, ટાઇટન, TCS, ટેક મહિન્દ્રા અને સન ફાર્મા (ઇન્ડસઇન્ડ બેન્ક)નો સમાવેશ થાય છે. આ તમામ શેરો આજે 1.34 ટકાથી 2.18 ટકાના વધારા સાથે બંધ થયા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Article