વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(STOCK MARKET )પ્રારંભિક તેજી દેખાડી રહ્યા છે. SENSEX 150 અંક NIFTY 50 અંક કરતા વધુની વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટીમાં ટાટા સ્ટીલના શેર 2% ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે બજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ દેખાઈ રહી છે.
ભારતીય શેરબજારની પ્રારંભિક કારોબારમાં સ્થિતિ
બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ 49,462.18 +63.89
નિફટી 14,544.75 +23.60
પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ 49,595.64 અંક સુધી ઉછળ્યો હતો, જયારે નિફટીએ 14,581.50 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. બંને ઇન્ડેક્સ ૦.૩ ટકા વૃદ્ધિ દર્જ કરી કારોબાર આગળ ધપાવી રહ્યા છે. ગઈકાલની મુજબૂત સ્થિતિ બાદ બજાર આજે પણ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યું છે અને તે તેજી ટકાવી રાખે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.
બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસવર, એચડીએફસી એએમસી, ફેડરલ બેંક, ફિલિપ કાર્બન, હિન્દુસ્તાન ઝિંક, હેવલ્સ ઇન્ડિયા, એલએન્ડટી ટેક, એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, તેજસ નેટવર્ક સહિત ભારતની ટિનપ્લેટ કંપનીના ત્રિમાસિક પરિણામો આજે જાહેર થનાર છે.
પેઇન્ટ્સ ક્ષેત્રની કંપની ઇન્ડિગો પેઇન્ટ્સનો આઈપીઓ આજથી ખુલશે. કંપનીનો 1,176 કરોડ એકત્રિત કરવાનો અંદાજ છે. OFS દ્વારા 58.40 લાખ શેર ઇશ્યૂ કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડ 1,488-1,490 રૂપિયા નક્કી કરાયું છે. 19 જાન્યુઆરીએ કંપનીએ 25 એન્કર રોકાણકારો પાસેથી 347.9 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.
ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં નજરે પડેલો ઉતાર – ચઢાવ
SENSEX
Open 49,508.79
High 49,595.64
Low 49,373.68
NIFTY
Open 14,538.30
High 14,581.50
Low 14,517.55
આ પણ વાંચો: GOLD RATES: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ