
આજે વધુ એક કંપનીનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ કંપની કેસી એનર્જી એન્ડ ઈન્ફ્રા છે. કંપનીનો IPO 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. Kay Cee Energy IPO નો પ્રાઈસ બેન્ડ 51-54 રૂપિયા છે. કેસી એનર્જી શેર્સ પહેલાથી જ ગ્રે માર્કેટમાં મજબૂત સ્થિતિમાં ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીના શેર અંદાજે 75 ટકાના પ્રીમિયમ સાથે ગ્રે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. KC એનર્જી શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોતા એવું લાગે છે રોકાણકારોને શેરના લિસ્ટિંગ પર જબરદસ્ત નફો કરાવી શકે છે.
કેસી એનર્જી IPOની પ્રાઈસ બેન્ડ 51 થી 54 વચ્ચે છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 40 રૂપિયા ચાલી રહ્યુ છે. તે મૂજબ 54 રૂપિયાના પ્રાઈસ બેન્ડ પર કેસી એનર્જીના શેર 94 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. જે ઈન્વેસ્ટર્સને IPO માં કંપનીના શેર લાગશે તો તેઓને લિસ્ટિંગના દિવસે અંદાજે 75 ટકાનો નફો મળી શકે છે. કંપનીના પબ્લિક ઈસ્યુની સાઈઝ 15.93 કરોડ રૂપિયા છે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
રિટેલ ઈન્વેસ્ટર્સ Kay Cee Energy IPO માં માત્ર 1 લોટ માટે બિડ કરી શકે છે. IPOના એક લોટમાં 2,000 શેર છે, તેથી રિટેલ રોકાણકારોએ 1,08,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOમાં શેરની ફાળવણી 3 જાન્યુઆરી, 2024ના રોજ થશે. કંપનીના શેર 5 જાન્યુઆરી, 2024ના રોજ બજારમાં લિસ્ટ થશે. કેસી એનર્જીની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી. કંપની ઈલેક્ટ્રીસિટી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે બાંધકામ અને કમિશનિંગ સર્વિસિસ પૂરી પાડે છે.
Published On - 2:05 pm, Thu, 28 December 23