
ડિસેમ્બર મહિનો શેરબજાર માટે વ્યસ્ત રહ્યો અને સાથે જ બજારમાં તેજી પણ જોવા મળી હતી. આ મહિનામાં માર્કેટમાં ઘણો ઉછાળો આવ્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII નવેમ્બરથી શેરબજારમાં ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII એ પણ ડિસેમ્બર માસમાં મોટા પાયા પર ખરીદી કરી છે.
શેરબજારની આ તેજી વચ્ચે આ અઠવાડિયે લોંગ વીકેન્ડ છે. આ રજા શુક્રવારે બપોરે શેરબજાર બંધ થયું ત્યારથી શરૂ થયું છે અને તે સોમવાર સાંજ સુધી ચાલશે. 25 ડિસેમ્બરને સોમવારના રોજ ક્રિસમસની રજાના કારણે બજારમાં લાંબો વીકેન્ડ રહેશે. તેથી સોમવારે શેરબજાર બંધ રહેશે.
આ વખતે 25 ડિસેમ્બરે ક્રિસમસ સોમવારે આવી રહી છે અને તેના કારણે શેરબજાર બંધ રહેશે. આગામી સોમવારે NSE અને BSE સૂચકાંકો પર ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ વર્ષે શેરબજારમાં કુલ 16 રજાઓ આવી હતી. આ લોન્ગ વિકેન્ડના વેપારીઓ, રોકાણકારો અને બજાર સાથે સંકળાયેલા અન્ય પ્રોફેશનલ્સ રજાઓ પર જવાનું આયોજન કરી રહ્યા છે.
ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધી વૈશ્વિક બજારોમાં કોઈ પણ મોટી હલચલ રહેશે નહી, કારણ કે ફંડ મેનેજર સહિત તમામ રોકાણકાર સંસ્થાઓ મર્યાદિત કામ કરે છે. આ રજાઓ પહેલા ભારતીય બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 71,000 ના સ્તરને પાર કરી ગયો છે તો સાથે નિફ્ટી પણ 22,000 ના સ્તર તરફ રહ્યો છે. નિફ્ટી માટે 21,000 નું લેવલ પાર કરવું એ ભારતીય બજારોના ઈતિહાસમાં નવી ઘટના છે.
આ પણ વાંચો : તમે IPO ભરો છો અને શેર નથી લાગતા? હવે આઈપીઓ ભરતી વખતે આ રીત અજમાવજો
હાલ IT, મેટલ, એનર્જી, પાવર, બેન્કિંગ, FMCG સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. વર્ષ પૂરું થતાં પહેલા જ ભારતીય શેરબજારો ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટી 50ના ઘણા શેરોને ઓવરબોટ ઝોનમાં ગણવામાં આવે છે. તેમ છતા ઘણા શેર તેમના ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે.
Published On - 4:12 pm, Sat, 23 December 23