આ કંપનીઓના શેરનું ડિવિડન્ડ જોઈને તમે ભૂલી જશો રિટર્ન, તેને કહેવામાં આવે છે માર્કેટના ‘હીરો સ્ટોક’

વર્ષ 2023માં અનેક રોકાણકારોએ કમાણી કરી છે. કઈ કંપનીના શેરે રોકાણકારોને સૌથી વધારે વળતર આપ્યું છે? આ વર્ષે કઈ કંપનીના શેરે જબરદસ્ત કમાણી કરી છે? આ બાબતે ઘણા લેખમાં તેના વિશે જણાવ્યું છે. આજે આપણે એવા કેટલાક શેર વિશે જાણીશું જેણે આ વર્ષે સૌથી વધારે ડિવિડન્ડ આપ્યું છે.

આ કંપનીઓના શેરનું ડિવિડન્ડ જોઈને તમે ભૂલી જશો રિટર્ન, તેને કહેવામાં આવે છે માર્કેટના હીરો સ્ટોક
Dividend Stocks
| Updated on: Dec 31, 2023 | 2:35 PM

આજે 2023 નું વર્ષ પૂરું થવાનું છે, જેને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ વર્ષે હવે કોઈ ટ્રેડ થશે નહીં. હવે આગામી ટ્રેડિંગ 2024 ના વર્ષમાં થશે. 2023માં અનેક રોકાણકારોએ કમાણી કરી છે. કઈ કંપનીના શેરે રોકાણકારોને સૌથી વધારે વળતર આપ્યું છે? આ વર્ષે કઈ કંપનીના શેરે જબરદસ્ત કમાણી કરી છે? આ બાબતે ઘણા લેખમાં તેના વિશે જણાવ્યું છે. આજે આપણે એવા કેટલાક શેર વિશે જાણીશું જેણે આ વર્ષે સૌથી વધારે ડિવિડન્ડ આપ્યું છે. ઘણા રોકાણકારો આ શેર્સને ‘હીરો સ્ટોક’ પણ કહે છે.

અહીં જુઓ આ શેર્સનું લિસ્ટ

  • કોલ ઈન્ડિયાએ 2023માં 6.54 ટકા એટલે કે 24.50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL એ વર્ષ 2023માં 5.56 ટકા એટલે કે કુલ 25 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ONGC એ 2023 માં 5.10 ટકા એટલે કે 10.25 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, એક ‘મહારત્ન’ કંપનીએ 2023માં 5.79 ટકા એટલે કે 13.75 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • ઓઈલ ઈન્ડિયા લિમિટેડે આ વર્ષે 5.10 ટકા એટલે કે 19 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • મુખ્ય વીજળી કંપની PTC ઈન્ડિયાએ 2023માં 4.10 ટકા એટલે કે 7.80 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.

આ પણ વાંચો : જો તમે IPO ભરો છો તો નવા વર્ષમાં વધારે રૂપિયા તૈયાર રાખજો, દર અઠવાડિયે આવશે 1 કંપનીનો આપીઓ!

  • ભારતીય તેલ અને ગેસ કંપની પેટ્રોનેટ એલએનજીએ 2023માં 10 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના શેરે 2023માં 4.14 ટકા એટલે કે 10 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • નેશનલ એલ્યુમિનિયમ કંપનીએ 2023માં 5.50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
  • REC લિમિટેડ, જે અગાઉ રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ હતું, તેણે આ વર્ષે 14.10 રૂપિયાનું ડિવિડન્ડ રોકાણકારોને આપ્યું છે, તેનું ડિવિડન્ડ યીલ્ડ 3.4 ટકા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 2:34 pm, Sun, 31 December 23