STOCK MARKET : પ્રથમ વખત SENSEX 51 હજાર અને NIFTY 15 હજારને પાર પહોંચ્યો

|

Feb 05, 2021 | 9:46 AM

ભારતીય શેરબજાર (STOCK MARKET) ની વૃદ્ધિની દિશા આજે પણ યથાવત રહી હતી. આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની MPC ની ત્રિદિવસીય બેઠક પૂર્ણ થશે તે બાદ રેપોરેટ અંગે ઘોષણા થશે.

STOCK MARKET : પ્રથમ વખત SENSEX 51 હજાર અને NIFTY 15 હજારને પાર પહોંચ્યો
Stock Market

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET) ની વૃદ્ધિની દિશા આજે પણ યથાવત રહી હતી. આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની MPC ની ત્રિદિવસીય બેઠક પૂર્ણ થશે તે બાદ રેપોરેટ અંગે ઘોષણા થશે. RBIની જાહેરાત પહેલાં શેરબજારમાં મજબૂતી છે. SENSEX એ પ્રથમવખત રેકોર્ડ 51 હજારના સ્તરને પાર કર્યો છે તો બીજી તરફ નિફ્ટીએ 15 હજારના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યું હતું.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૩૫ વાગે)
બજાર          સૂચકઆંક           વૃદ્ધિ
સેન્સેક્સ     50,988.52    +374.23 
નિફટી       14,988.20     +92.55 

બેન્કિંગના શેર બજારની તેજીમાં મોખરે છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2.11% ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. આજે એસબીઆઈનો શેર 10% ના વધારા સાથે TOP GAINER દેખાઈ રહ્યો છે. આજના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 0.7 અને નિફટી 0.6 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આજે 127 ના પરિણામો જાહેર કરશે . આજે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પંજાબ નેશનલ બેંક, આદિત્ય બિરલા કેપિટલ, ફ્યુચર કન્ઝ્યુમર, ફોર્ટિસ હેલ્થકેર, ગુજરાત ગેસ, ફાઈઝર, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિત 127 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે.

ગઈકાલે ગુરુવારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગુરુવારે 200.47 લાખ કરોડ રૂપિયા હતી. મોટા બજાર સૂચકાંકો પણ રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 358 પોઇન્ટ વધીને 50,614.29 ના સ્તર પર અને નિફ્ટી 105 પોઇન્ટના વધારા સાથે 14,895.65 પર બંધ થયા હતા. ગુરુવારે બજારની વૃદ્ધિમાં જાહેર ક્ષેત્રની બેંકો અને એફએમસીજી ક્ષેત્રના શેર મોખરે હતા.

Next Article