STOCK MARKET: બજેટની પોઝિટિવ ઈફેક્ટ યથાવત, SENSEX 50K ને પાર પહોંચ્યો

બજેટ પછી પણ શેરમાર્કેટ(STOCK MARKET)માં રેકોર્ડ તેજી યથાવત છે. સેન્સેક્સ (SENSEX) 1,403 અંક વધીને 50,004.06 પર પહોંચ્યો હતો. અગાઉ 21 જાન્યુઆરીએ ઇન્ડેક્સ 50,184 ની સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી(NIFTY) ઈન્ડેક્સ પણ 406 અંક વધીને 14,687.35 પર પહોંચ્યો હતો.

STOCK MARKET: બજેટની પોઝિટિવ ઈફેક્ટ યથાવત, SENSEX 50K ને પાર પહોંચ્યો
Share Market
| Edited By: | Updated on: Feb 02, 2021 | 9:58 AM

બજેટ પછી પણ શેરમાર્કેટ (STOCK MARKET)માં રેકોર્ડ તેજી યથાવત છે. સેન્સેક્સ (SENSEX) 1,403 અંક વધીને 50,004.06 પર પહોંચ્યો હતો. અગાઉ 21 જાન્યુઆરીએ ઇન્ડેક્સ 50,184 ની સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી(NIFTY) ઈન્ડેક્સ પણ 406 અંક વધીને 14,687.35 પર પહોંચ્યો હતો.

બજારમાં તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર મોખરે છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ 1,509 અંકના વધારા સાથે 34,598.90 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે 2 ટકા ઉપર પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,058.85 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,699.80 સુધી ઉછળ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.89 ટકાની વધારાની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.14 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.59 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૫ વાગે)
બજાર          સૂચકઆંક        વૃદ્ધિ
સેન્સેક્સ  49,934.95    +1,334.34 
નિફટી    14,651.25   +370.05