દેશમાં મજબૂત સ્ટાર્ટઅપ (Startups) વાતાવરણને કારણે 14 કંપનીઓ વર્ષ 2022ના પ્રથમ ત્રણ મહિનામાં પણ યુનિકોર્નનો (Unicorn) દરજ્જો મેળવવામાં સફળ રહી છે. આ સતત ત્રીજું ક્વાર્ટર છે જેમાં સ્ટાર્ટઅપ્સે 10 બિલિયન ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે.
Startup (Symbolic Image)
Follow us on
દેશમાં સ્ટાર્ટઅપ (Startups) માટે મજબૂત વાતાવરણને કારણે 14 કંપનીઓ વર્ષ 2022ના પ્રથમ ત્રણ મહિનામાં પણ યુનિકોર્નનો (Unicorn) દરજ્જો મેળવવામાં સફળ રહી છે. આ સતત ત્રીજું ક્વાર્ટર (Quarter) છે, જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓએ 10 બિલિયન ડોલરથી વધુ ફંડ એકત્ર કર્યું છે. યુનિકોર્નનો અર્થ, એક અબજ ડોલરથી વધુનું મૂલ્યાંકન છે. સલાહકાર એજન્સી PwC ઈન્ડિયાના અહેવાલ મુજબ, જાન્યુઆરી-માર્ચ 2022 દરમિયાન 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન કંપનીઓના જૂથમાં એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકન સાથે જોડાવામાં સફળ રહ્યા છે. આ રીતે, દેશમાં હાજર યુનિકોર્ન એકમોની સંખ્યા વધીને 84 થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ આ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10.8 બિલિયન ડોલરનું ફાઇનાન્સ એકત્ર કર્યું છે.આ સતત ત્રીજું ક્વાર્ટર છે જેમાં ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ ફાઇનાન્સમાં 10 બિલિયન ડોલર કરતાં વધુ ફંડ એકત્ર કરવામાં સફળ રહી છે.
સોફ્ટવેર સંબંધિત કંપનીઓને સૌથી વધુ ફંડ મળ્યુંઃ રિપોર્ટ
પીડબલ્યુસી ઈન્ડિયાનો રિપોર્ટ કહે છે કે સોફ્ટવેર એઝ અ સર્વિસ (સૉસ) કંપનીઓને સૌથી વધુ ફાઇનાન્સ મળ્યું છે.છેલ્લા ક્વાર્ટરમાં, આ કંપનીઓને 3.5 બિલિયન ડોલરથી વધુનું ફંડ મળ્યું હતું.સોસ સેક્ટરની પાંચ કંપનીઓ પણ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં યુનિકોર્નનો દરજ્જો હાંસલ કરવામાં સફળ રહી છે.
PwC ઇન્ડિયાના સ્ટાર્ટઅપ હેડ અમિત નાવકાએ PTI ને જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હોવા છતાં, સ્થાનિક સ્ટાર્ટઅપ એકમો હજુ પણ મૂડી એકત્ર કરવામાં સફળ છે, ખાસ કરીને તેઓ વૃદ્ધિ માટે મૂડી એકત્ર કરવામાં સક્ષમ છે. જો કે, તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ કંપનીઓની પરિપક્વતા સાથે, હવે તેમના અસરકારક શાસન વિશે ચર્ચાઓએ વેગ પકડવાનું શરૂ કર્યું છે.
આવી સ્થિતિમાં, સ્ટાર્ટઅપ કંપનીઓએ તેમની વૃદ્ધિની આકાંક્ષાઓ સાથે મેળ ખાતી કંપનીની કામગીરી ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી-માર્ચ 2022ના સમયગાળામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં લગભગ 80 મર્જર અને એક્વિઝિશન સોદા થયા છે.તેમાંથી 38 ટકા હીસ્સો ઈ-કોમર્સ કંપનીઓનો છે.
તમને જણાવી દઈએ કે આજના સમયમાં દરેક યુવકનું સ્વપ્ન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું હોય છેઅને હવે વધુ ને વધુ સ્ટાર્ટઅપ્સ પણ સામે આવી રહ્યા છે.આઈડિયાની શરૂઆતથી લઈને તેની વૃદ્ધિ સુધી દરેક સ્તરે પૈસા મેળવવાનું પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે.જેનો ઈનોવેટર્સ લાભ લઈ રહ્યા છે.