Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

સમાચાર સાંભળો
Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે
Sovereign Gold Bond
| Edited By: | Updated on: Sep 03, 2021 | 8:55 AM

શું તમે સોનામાં રોકાણ કરવા યોજના બનાવી રહ્યા છો? ખુલ્લા બજાર કરતા સસ્તું સોનુ ખરીદવા માટે તમારી પાસે છે તક. જોકે આજે સરકારની આયોજનનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન માટે 3 સપ્ટેમ્બર છેલો દિવસ છે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,682 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

SGB ના શું છે લાભ?
સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના 2021-22 ની છઠ્ઠી શ્રેણી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર આજની સમયમર્યાદામાં રોકાણ કરી શકે છે.

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી
કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે ઓફર કરાય છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે.

સસ્તા સોનાની કિંમત શું છે ?
SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47320 રહેશે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

 

આ પણ વાંચો :  શું 27 કરોડ VI યુઝર્સ માટે આવી રહ્યા છે કોઈ સારા સમાચાર ? દેવામાં ડૂબેલી કંપની વોડાફોન આઈડિયાનો શેર 5 દિવસમાં 21 ટકા ઉછળ્યો

 

આ પણ વાંચો : ફરી એકવાર Gautam Adani એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, આ મામલે તો તેમણે Mukesh Ambani ને પણ પાછળ છોડી દીધા

 

Published On - 8:54 am, Fri, 3 September 21