Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ

|

Nov 24, 2021 | 7:54 AM

મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે.

Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર  સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ
symbolic image

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)સ્કીમનો આગામી રાઉન્ડ 29 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. શ્રેણી 8 માટે સબસ્ક્રિપ્શન 3 ડિસેમ્બર 2021ના રોજ બંધ થશે. બોન્ડ જારી કરવાની તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. RBI ગોલ્ડ બોન્ડ એ રોકાણના વિકલ્પ તરીકે સારો વિકલ્પ છે કારણ કે આ બોન્ડ્સને સરકારનું સમર્થન છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે
SGB એ સરકારી સિક્યોરિટીઝ છે જે સોનાના ગ્રામમાં દર્શાવવામાં આવે છે. આ ફિઝિકલ સોનું રાખવાના વિકલ્પો છે. રોકાણકારોએ ઇશ્યૂની કિંમત રોકડમાં ચૂકવવાની રહેશે અને પાકતી મુદત પર બોન્ડને રોકડમાં રિડીમ કરવામાં આવશે. આ બોન્ડ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. સરકારે વર્ષ 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી.

ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે
મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

સસ્તું સોનુ ખરીદવાની કોઈ મર્યાદા હોય છે?
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે?
બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે તમારા વાહનનું ઇંધણ, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : ૩૦ નવેમ્બર પહેલા ફટાફટ પતાવીલો આ કામ નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો વિગતવાર

Published On - 7:54 am, Wed, 24 November 21

Next Article