Snapdeal IPO : આ E-commerce કંપની લાવી રહી છે 40 કરોડ ડોલરનો IPO , જાણો યોજના વિશે વિગતવાર

|

Sep 05, 2021 | 8:31 AM

સ્નેપડીલ(Snapdeal)નું મુખ્ય મથક ગુડગાંવમાં છે. તેની સ્થાપના વર્ષ 2010 માં કરવામાં આવી હતી. હાલમાં આ પ્લેટફોર્મ પર 800 કેટેગરીના લગભગ 6 કરોડ ઉત્પાદનો નોંધાયેલા છે. કંપની દેશના 6 હજારથી વધુ શહેરો અને નગરોમાં ડિલિવરી કરે છે.

સમાચાર સાંભળો
Snapdeal IPO : આ E-commerce કંપની લાવી રહી છે 40 કરોડ ડોલરનો IPO , જાણો યોજના વિશે વિગતવાર
Snapdeal IPO

Follow us on

દેશના IPO બજારમાં એક પછી એક કંપનીઓ રોકાણની ઓફર સાથે આવી રહી છે. ઘણી કંપનીઓ તેમની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO લાવી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ(Snapdeal) પણ IPO લાવવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, અનુભવી રોકાણકાર સોફ્ટબેંક કોર્પ દ્વારા સમર્થિત સ્નેપડીલ કંપની આશરે 40 કરોડ ડોલરની મૂડી ઉભી કરવા માટે IPO લાવવાની છે.

Snapdeal IPO યોજનાઓ પ્રારંભિક તબક્કામાં છે
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્લાન હજુ પણ તેના પ્રાથમિક તબક્કામાં છે. જોકે, સ્નેપડીલ અને સોફ્ટબેન્કે આ અંગે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ IPO આવતા વર્ષે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્નેપડીલનું મુખ્ય મથક ગુડગાંવમાં છે. તેની સ્થાપના વર્ષ 2010 માં કરવામાં આવી હતી. હાલમાં આ પ્લેટફોર્મ પર 800 કેટેગરીના લગભગ 6 કરોડ ઉત્પાદનો નોંધાયેલા છે. કંપની દેશના 6 હજારથી વધુ શહેરો અને નગરોમાં ડિલિવરી કરે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

IPO માર્કેટ કંપનીઓનો ધસારો
નોંધનીય છે કે વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને એમી ઓર્ગેનિક્સનો IPO 1 થી 3 સપ્ટેમ્બર દરમ્યાન ખુલ્યા હતા. આ અગાઉ દેવયાની ઇન્ટરનેશનલ, નુવોકો વિસ્તાસ કોર્પોરેશન અને કારર્ટ્રેડ ટેક સહિત આઠ કંપનીઓએ ગયા મહિને રૂ 18,243 કરોડ એકત્ર કરવા શેર વેચ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 20 કંપનીઓએ IPO મારફતે 45,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. છેલ્લા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 30 કંપનીઓએ IPO માંથી 31,277 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

Sapphire Foods IPO લાવશે
હાલના સમયમાં રોકાણકારોનો સૌથી વધુ IPO તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે. દેવયાની ઇન્ટરનેશનલ પછી વધુ એક KFC, પિઝા હટ ઓપરેટર કંપનીએ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા છે. સેફાયર ફૂડ્સ(Sapphire Foods)ની IPO પ્રક્રિયા ઝડપથી આગળ વધરવા પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સેફાયર ફૂડ્સ ભારતીય ઉપખંડમાં આવકની દ્રષ્ટિએ YUM બ્રાન્ડની સૌથી મોટી ફ્રેન્ચાઈઝ ઓપરેટર છે.

નાણાકીય વર્ષ 2022 માં કંપનીની આવક તુલનાત્મક રીતે સૌથી વધુ હતી. 1,75,69,941 ઇક્વિટી શેર Sapphire Foodsના IPOઓ હેઠળ વેચવામાં આવશે. આ IPO વેચાણ માટે સંપૂર્ણ ઓફર ફોર સેલ રાખશે. આ શેર કંપનીના હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે.

આ પણ વાંચો :  PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

આ પણ વાંચો :   Petrol Diesel Price Today : સપ્ટેમ્બરમાં બીજીવાર ઇંધણ સસ્તું થયું, જાણો આજના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

 

Published On - 8:29 am, Sun, 5 September 21

Next Article