Aadhaar Update: આધાર કાર્ડનો ઉપયોગ ફરજિયાત બની ગયો છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે સરકારી સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. જો કે ઘણા લોકો સ્માર્ટ આધાર કાર્ડ માટે અરજી કરે છે જોકે UIDAI એ સ્માર્ટ આધાર કાર્ડ (PVC Aadhaar Card) સંબંધિત ચેતવણી જારી કરી છે. UIDAIએ ટ્વીટ કરીને યુઝર્સને ઓપન માર્કેટમાંથી PVC બેઝની કોપીનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. UIDAIએ ગ્રાહકોને સુરક્ષા કારણોસર આવા આધારનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
આધાર કાર્ડ પર દેખરેખ રાખતી સંસ્થા UIDAIએ ટ્વીટ કર્યું કે જો કોઈ ગ્રાહક ઓપન માર્કેટમાંથી PVC કાર્ડ કે પ્લાસ્ટિક કાર્ડ કે સ્માર્ટ આધાર કાર્ડ બનાવે તો તે માન્ય રહેશે નહીં. UIDAI એ એમ પણ જણાવ્યું કે ગ્રાહકો સત્તાવાર જારી કરાયેલા આધાર કાર્ડ દ્વારા કામ નિપટાવી શકે છે.
#AadhaarEssentials
We strongly discourage the use of PVC Aadhaar copies from the open market as they do not carry any security features.
You may order Aadhaar PVC Card by paying Rs 50/-(inclusive of GST & Speed post charges).
To place your order click on:https://t.co/AekiDvNKUm pic.twitter.com/Kye1TJ4c7n— Aadhaar (@UIDAI) January 18, 2022
UIDAI એ ટ્વિટમાં જણાવ્યું કે આધાર , આધાર લેટર અથવા m-aadhaar પ્રોફાઇલ અથવા આધાર PVC કાર્ડ uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે જે UIDAI વતી જારી કરવામાં આવે છે તે એકમાત્ર આધાર કાર્ડ (Aadhaar Card)છે. જેનો ઉપયોગ કરી શકાય છે
આધાર જારી કરતી સંસ્થા UIDAIએ જણાવ્યું કે ઓપન માર્કેટમાંથી બનેલા આધાર PVC કાર્ડમાં સુરક્ષા સુવિધાઓનો અભાવ છે. UIDAIએ કહ્યું કે કોઈપણ ગ્રાહક રૂ.50 ચૂકવીને તેના પોર્ટલ પર પ્લાસ્ટિક કાર્ડ બનાવવા માટે ઓર્ડર આપી શકે છે.
મોટાભાગના લોકો UIDAI વેબસાઈટ પરથી આધાર માટે અરજી કરે છે પછી આધાર કાર્ડ તૈયાર થઈ જાય પછી તેની પીડીએફ કોપી તેમના ફોન અથવા કોમ્પ્યુટરમાં સેવ કરે છે. લોકો આ નકલ બજારમાં લેમિનેશનની દુકાનમાં લઈ જાય છે અને થોડા રૂપિયા આપીને પીવીસી કાર્ડ બનાવી લે છે.
UIDAI અનુસાર દુકાનદાર પ્લાસ્ટિકનું આધાર કાર્ડ બનાવે છે પરંતુ તેમાં કોઈ સુરક્ષા ફીચર્સ નથી. આ કિસ્સામાં આધાર નંબરની સુરક્ષા સાથે ચેડા થઈ શકે છે. તેનાથી બચવા માટે, UIDAI સત્તાવાર વેબસાઇટ પરથી સ્માર્ટ કાર્ડ બનાવવાની ભલામણ કરે છે.
આ પણ વાંચો : Budget 2022 : એકવાર ફરીથી ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ, હાલ લાગે છે 7.5 % ઈમ્પોર્ટ ડ્યુટી
આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનોનો વધી રહ્યો છે ક્રેઝ, ચાર્જીંગ સ્ટેશન બિઝનેસવાળા આ 5 સ્ટોક કરી શકે છે તમને માલામાલ