Small Savings Scheme : સરકારે દિવાળીની બમ્પર ભેટ આપી, નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં કર્યો વધારો

સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે દરમાં વધારો કર્યો છે. અત્યાર સુધી સપ્ટેમ્બર ક્વાર્ટરના દરો ચાલતા હતા. પરંતુ સરકારે બોન્ડ યીલ્ડમાંથી બમ્પર કમાણી કરી છે, જેના કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના દરમાં વધારો થવાની ધારણા હતી.

Small Savings Scheme : સરકારે દિવાળીની બમ્પર ભેટ આપી, નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં કર્યો વધારો
Small Savings Scheme
| Edited By: | Updated on: Sep 30, 2022 | 8:16 AM

સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ(Small Savings Scheme)ના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 5.5% થી વધારીને 5.7% કરવામાં આવ્યો છે. એ જ રીતે 3-વર્ષની સમય થાપણનો દર 5.5% થી વધારીને 5.8% કરવામાં આવ્યો છે. સરકાર દર ત્રણ મહિને વ્યાજદરમાં ફેરફાર કરે છે. આ વખતે પણ સરકાર દ્વારા દિવાળી(Diwali) પહેલા લોકોને ભેટ આપવામાં આવી છે.  અગાઉ આ જાહેરાત રિઝર્વ બેંકની MPC બેઠક બાદ કરવામાં આવી હતી પરંતુ હાલ સરકારે તેની એક દિવસ પહેલા જાહેરાત કરી છે. હાલમાં રિઝર્વ બેંકની એમપીસીની બેઠક ચાલી રહી છે અને થોડા સમયમાં પોલિસી રેટમાં વધારાની જાહેરાત થઈ શકે છે.નવા નિર્ણય મુજબ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજદર વધારીને 7.6% કરવામાં આવ્યો છે. અગાઉ આ દર 7.4% હતો. તેવી જ રીતે, માસિક આવક ખાતાની યોજનાનો દર ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ આ દર 6.6 ટકા હતો.

કેટલો વધારો થયો

સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે દરમાં વધારો કર્યો છે. અત્યાર સુધી સપ્ટેમ્બર ક્વાર્ટરના દરો ચાલતા હતા. પરંતુ સરકારે બોન્ડ યીલ્ડમાંથી બમ્પર કમાણી કરી છે, જેના કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના દરમાં વધારો થવાની ધારણા હતી. ગુરુવારે સરકારે 2-વર્ષની યોજના પર વ્યાજ દર વધારીને 5.7% કર્યો છે, જ્યારે 3-વર્ષની યોજનાનો વ્યાજ દર વધીને 5.8% થઈ ગયો છે.

KVP માં મોટો ફેરફાર

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 6.8% પર યથાવત છે. તેવી જ રીતે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડના દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 7.1 ટકા છે. સરકારે કિસાન વિકાસ પત્રમાં નાના ફેરફારો કર્યા છે અને તેનો દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. જો કે, એક મોટો ફાયદો એ છે કે 7% સાથે કિસાન વિકાસ પત્રની પાકતી મુદત વધારીને 123 મહિના કરવામાં આવી છે જ્યારે 6.9% સાથે KVPનો સમયગાળો 124 મહિનાનો હતો.

આજે  રેપો રેટ વધી શકે છે

રિઝર્વ બેંક મોંઘવારી સામે લડવા આજે રેપો રેટમાં વધારો કરી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની અન્ય કેન્દ્રીય બેંકોના માર્ગ પર ચાલીને ભારતીય રિઝર્વ બેંક શુક્રવારે સતત ચોથી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. RBIએ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મે મહિનાથી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન રેપો રેટ ચાર ટકાથી વધીને 5.40 ટકા થઈ ગયો છે.

મોનેટરી પોલિસી કમિટી (MPC) 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો રેપો રેટ વધીને 5.90 ટકા થઈ જશે. તેનાથી લોન મોંઘી થશે અને લોનની EMI વધશે.