સરકારે જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાની બચતનાં વ્યાજ દરો યથાવત રાખ્યા ,જાણો લેટેસ્ટ વ્યાજ દર

|

Jul 01, 2021 | 7:49 AM

આ વર્ષની શરૂઆતમાં 31 માર્ચે નાણાં મંત્રાલયે આદેશ જારી કર્યો હતો જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ હુકમ બીજા દિવસે સવારે પાછો ખેંચાયો હતો.

સરકારે જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાની બચતનાં વ્યાજ દરો યથાવત રાખ્યા ,જાણો લેટેસ્ટ વ્યાજ દર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

એક મોટા નિર્ણયમાં આજે મોદી સરકારે( PM MODI GOVERMENT) જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે  નાની બચત યોજનાઓ(small savings schemes) પરના વ્યાજ દર(interest rates)ને યથાવત રાખવાનો (unchanged)નિર્ણય લીધો. નાણાં મંત્રાલયના એક જાહેરનામા મુજબ નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ત્રિમાસિક ગાળા માટે 1 લી જુલાઈ 2021 થી 30 મી સપ્ટેમ્બર 2021 દરમ્યાન વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર હાલના દરોથી અપરિવર્તિત રહેશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

કોરોનારોગચાળા વચ્ચે મધ્યમ વર્ગ અને નાના બચત યોજનાઓ પર આધારીત લોકો માટે આ મોટી રાહત બની છે. savings deposit માટે વ્યાજ દર 4% પર રહેશે, national savings certificate માટે વ્યાજ દર 6.8% રહેશે, PPF માટે વ્યાજ દર 7.1% અને senior citizen savings scheme માટે વ્યાજ દર યથાવત 7.4% રહેશે . સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Scheme) માં વ્યાજ દર 7.6% ચાલુ રહેશે અને Kisan Vikas Patra હવે 124 મહિનામાં ડબલ મૂલ્યમાં મેચ્યોર થશેજેનું વ્યાજ દર 6.9% રહેશે

આ વર્ષની શરૂઆતમાં 31 માર્ચે નાણાં મંત્રાલયે આદેશ જારી કર્યો હતો જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રોગચાળાના સમયે મધ્યમ વર્ગને નુકસાન સામે કેન્દ્રને નિશાન બનાવતા વિપક્ષોએ ભારે નારાજગી દેખાડી હતી. બંગાળ અને આસામમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ લગભગ 1.1% દરો ઘટાડવામાં આવ્યા હતા. જો કે આ હુકમ બીજા દિવસે સવારે પાછો ખેંચાયો હતો.

વિપક્ષના મોટાભાગના નેતાઓએ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ સાથેનો હુકમ પાછો ખેંચવાનો નિર્ણય જોડ્યો હતો. ઉપલબ્ધ માહિતી મુજબ બંગાળમાં સૌથી વધુ કલેક્શન છે. જેતે સમયે આ મામલો વિવાદિત બન્યો હતો જોકે રાજકારણની એરણે ચડેલા મામલે આમ આદમી માટે આ પરત ખેંચાયેલો નિર્ણય રાહત સાબિત થયો હતો.

Published On - 7:47 am, Thu, 1 July 21

Next Article