સિનિયર સિટીઝન્સ માટે ખુશ ખબર, સસ્તી યાત્રા અને એર ઇન્ડિયાનું ભાડુ, 7 દિવસ પહેલા કરાવો બુકીંગ અને મેળવો બેઝીક ભાડામાં 50%ની રાહત

|

Sep 19, 2020 | 12:33 PM

એર ઇન્ડિયાએ સિનિયર સિટીઝન્સ માટે હવાઈ યાત્રા સસ્તી બનાવી  ઈકોનોમી ક્લાસમાં બુકિંગ ઉપર બેઝિક ભાડામાં ૫૦ ટકાની રાહત આપી છે  જોકે લાભ લેવા બુકિંગ કમસેકમ ૭ દિવસ પહેલા કરવું પડશે. એર ઇન્ડિયાએ ખાસ વયસ્કો માટે યોજના જારી કરી છે જેમાં યાત્રા સમયે ઉંમરના ૬૦ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા દરેક વ્યક્તિને સસ્તી હવાઈ યાત્રાનો લાભ મળશે. […]

સિનિયર સિટીઝન્સ માટે ખુશ ખબર, સસ્તી યાત્રા અને એર ઇન્ડિયાનું ભાડુ, 7 દિવસ પહેલા કરાવો બુકીંગ અને મેળવો બેઝીક ભાડામાં 50%ની રાહત
https://tv9gujarati.in/sinior-citizen-m…a-ma-50-ni-rahat/

Follow us on

એર ઇન્ડિયાએ સિનિયર સિટીઝન્સ માટે હવાઈ યાત્રા સસ્તી બનાવી  ઈકોનોમી ક્લાસમાં બુકિંગ ઉપર બેઝિક ભાડામાં ૫૦ ટકાની રાહત આપી છે  જોકે લાભ લેવા બુકિંગ કમસેકમ ૭ દિવસ પહેલા કરવું પડશે. એર ઇન્ડિયાએ ખાસ વયસ્કો માટે યોજના જારી કરી છે જેમાં યાત્રા સમયે ઉંમરના ૬૦ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા દરેક વ્યક્તિને સસ્તી હવાઈ યાત્રાનો લાભ મળશે. ટિકિટ બુકિંગ માટે સિનિયર સિટિઝન્સે પોતાની ઉંમરનો પુરાવો રજુ કરવો પડશે. સસ્તી હવાઈ યાત્રાની ટિકિટ બુકિંગ માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર હોવાના પુરાવા તરીકે વેલીડ ફોટો આઈડી ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

 આ આઈડીના આધારે ઉંમરની ખરાઈ કરવામાં આવશે. ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરે વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને એર ઇન્ડિયાએ પ્રમાણિત કરેલા આઈડી કાર્ડ રજુ કરવાનું રહેશે. એર ઇન્ડિયાનો યોજના પાછળનો બેવડો હેતુ છે. કંપની સિનિયર સિટીઝન્સને સસ્તી હવાઈ યાત્રા કરાવી સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગે છે સાથેસાથે કોરોનાકાળમાં એવિએશન સેક્ટરમાં આવેલી મંદીમાંથી બહાર આવવા પણ પ્રયત્ન કરી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:14 am, Mon, 7 September 20

Next Article