સિંગાપુરની પોતાની UPI PayNow સાથે જોડાયેલી, PM મોદીએ ક્રોસબોર્ડર કનેક્ટિવિટી સેવા શરૂ કરી

UPI Goes Global: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોર અને ભારત વચ્ચે UPIની ક્રોસબોર્ડર કનેક્ટિવિટી સેવા શરૂ કરી છે. UPI સિંગાપોરની પેમેન્ટ સર્વિસ PayNow સાથે જોડાયેલ છે.

સિંગાપુરની પોતાની UPI PayNow સાથે જોડાયેલી, PM મોદીએ ક્રોસબોર્ડર કનેક્ટિવિટી સેવા શરૂ કરી
UPI
| Edited By: | Updated on: Feb 21, 2023 | 1:16 PM

UPI Goes Global: યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ, જેણે સમગ્ર દેશમાં ઓનલાઈન પેમેન્ટ સેવામાં ક્રાંતિ લાવી તે હવે વૈશ્વિક થઈ ગઈ છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુર અને ભારત વચ્ચે UPIની ક્રોસબોર્ડર કનેક્ટિવિટી સેવા શરૂ કરી છે. UPI સિંગાપુરની પેમેન્ટ સર્વિસ PayNow સાથે જોડાયેલ છે. પીએમ મોદીએ કહ્યું કે ‘UPI-PayNow લિંકેજ બંને દેશોના નાગરિકો માટે એક ભેટ છે, જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હું આ માટે ભારત અને સિંગાપોર બંનેને અભિનંદન આપું છું.’

ડિજિટલ પેમેન્ટ સરળ બનશે

ભારતના UPI અને સિંગાપુરના PayNowના એકીકરણ બાદ બંને દેશોમાં રહેતા લોકોને ઘણો ફાયદો થવાનો છે. બંને દેશોમાં રહેતા લોકો ખૂબ જ સરળતા અને ઝડપ સાથે સસ્તા દરે પૈસા મોકલી શકશે. આજ સુધી, NRIs UPI સેવા દ્વારા ચૂકવણી કરવામાં અસમર્થ હતા. કારણ કે, આ સેવા ફક્ત ભારતીય સિમ કાર્ડ ધરાવતા ફોન પર ઉપલબ્ધ હતી. પરંતુ, હવે NRI અને વિદેશમાં રહેતા ભારતીયો NRI અથવા NRO એકાઉન્ટને ઇન્ટરનેશનલ સિમ સાથે લિંક કરીને UPI દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે.

ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી શરૂ થઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપુરના વડા પ્રધાન લી સિએન લૂંગ વચ્ચે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિંગાપુરના ‘યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)’ અને ‘PAYNOW’ વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ જોડાણથી બંને દેશોના લોકોને ઓછા ખર્ચે રિયલ-ટાઇમ પેમેન્ટનો વિકલ્પ મળશે અને રેમિટન્સમાં વધારો થશે.

આનાથી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, NRIs અને તેમના પરિવારોને સૌથી વધુ ફાયદો થશે. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે, આજના સમયમાં ટેક્નોલોજી આપણને એકબીજા સાથે ઘણી રીતે જોડે છે. ફિનટેક પણ એક એવી ટેક્નોલોજી છે જે લોકોને એકબીજા સાથે જોડે છે. તેનો વ્યાપ દેશની સીમાઓમાં મર્યાદિત છે. પરંતુ આજના લોન્ચથી ક્રોસ બોર્ડર ફિનટેક કનેક્ટિવિટીની નવી શરૂઆત થઈ છે.

સિંગાપુરને આપ્યા અભિનંદન

સિંગાપુરને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને સિંગાપોરની મિત્રતા ઘણી જૂની છે. હંમેશા સમયની કસોટી પર ખરી ઉતરી છે. આજે ‘UPI PAYNOW’ લિંકનું લોન્ચિંગ એ બંને દેશોના લોકો માટે ખૂબ જ રાહ જોવાતી ભેટ છે. આ માટે હું ભારત અને સિંગાપુરના લોકોને અભિનંદન આપું છું. આ જોડાણ બંને દેશોના લોકોને ઓછા ખર્ચે રીઅલ-ટાઇમ પેમેન્ટ વિકલ્પ પ્રદાન કરશે અને રેમિટન્સમાં વધારો કરશે. આનાથી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, NRIs અને તેમના પરિવારોને સૌથી વધુ ફાયદો થશે.

Published On - 12:43 pm, Tue, 21 February 23