
28 માર્ચે ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી ગઈ હતી.તેના એક દિવસ પહેલા એટલે કે 27 માર્ચે એક કિલો ચાંદીની કિંમત 1 લાખ 1 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે ત્યારપછી તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને એક સપ્તાહમાં તેમાં 4000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાનું કારણ ટ્રમ્પના ટેરિફ છે. ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ હેઠળ ભારતમાંથી આયાત થતા સામાન પર 27 ટકા ટેક્સ લગાવ્યો છે. પરંતુ સોના-ચાંદીને આ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેના કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે.

જ્યારે અમેરિકા સેમી કંન્ડક્ટ પર મોટો ટેરીફ લગાવ્યા, જેની અસર ખાસ સેમી કંન્ડકટ ક્ષેત્રના મોટા મેકર ચાઇના અને તાઇવાનને થઇ.એવામાં ચાઇના જે પ્રોડક્શન કરે છે તેની પ્રોડક્શન કોસ્ટ વધી જશે.એવામાં જ્યારે કિંમત વધી છે તો ઇલેક્ટ્રીક સામાન મોંઘો થશે.એવામાં અસર એ થશે કે સામાન મોંઘો થશે તો તેના ખરીદદારની સંખ્યા ઓછી થશે.ચાઇના અને તાઇવાનનું સેમી કંન્ડક્ટ બનાવવા માટે ચાંદીનો ઉપયોગ કરે છે.આ કરાણથી તેની ડિમાન્ડ ઘટશે ,આ કારણ જે ચાંદી કોમોડિટી માર્કેટ એક લાખ બે હજાર પહોંચેલી ચાંદી બે જ દિવસમાં તુટીને 87000 નીચે જતી રહી.
Published On - 11:02 am, Sat, 5 April 25