Vodafone Idea ના શેરમાં 5 દિવસમાં 40% નો ઉછાળો આવ્યો , જાણો દેવામાં ડૂબેલી કંપનીના શેરમાં આવેલી તેજીનું શું છે કારણ?

|

Sep 07, 2021 | 6:37 PM

શેરબજારમાં રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલમાં કંપનીએ જણાવ્યું હતું કે કંપની AGR અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયથી નિરાશ છે. આ આદેશને આગળ પડકારવામાં આવશે. આ દેવું લગભગ 56 હજાર કરોડ હતું. કંપનીએ કેટલીક ચૂકવણી કરી છે અને હજુ પણ AGR લેણાં 50 હજાર કરોડની આસપાસ છે.

સમાચાર સાંભળો
Vodafone Idea ના શેરમાં 5 દિવસમાં 40% નો ઉછાળો આવ્યો , જાણો દેવામાં ડૂબેલી કંપનીના શેરમાં આવેલી તેજીનું શું છે કારણ?
Vodafone Idea limited

Follow us on

આજે વોડાફોન આઈડિયા લિમિટેડના શેરમાં ફરી એકવાર જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. લગભગ 14 ટકાના વધારા સાથે શેર રૂ. 8.25 પર બંધ થયો. છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં શેર લગભગ 40 ટકા છળ્યો છે. 30 ઓગસ્ટના રોજ તેનો સ્ટોક 5.95 રૂપિયા પર બંધ થયો હતો. તે પછી છ ટ્રેડિંગ સેશનમાં તે લગભગ 40 ટકા ઉછળ્યો છે.

શેરબજારમાં રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલમાં કંપનીએ જણાવ્યું હતું કે કંપની AGR અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયથી નિરાશ છે. આ આદેશને આગળ પડકારવામાં આવશે. આ દેવું લગભગ 56 હજાર કરોડ હતું. કંપનીએ કેટલીક ચૂકવણી કરી છે અને હજુ પણ AGR લેણાં 50 હજાર કરોડની આસપાસ છે. કંપનીએ તેના રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે સરકાર ટેલિકોમ સેક્ટરની મુશ્કેલીઓને સમજે છે અને રાહત પગલાંની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. કંપનીએ કહ્યું છે કે ઉદ્યોગને ટકાવવા માટે આ કટોકટીનો ઉકેલ જરૂરી છે. આ સાથે કંપનીએ આશા વ્યક્ત કરી છે કે સરકાર આ ક્ષેત્રના તમામ ‘માળખાકીય મુદ્દાઓ’ ને ઉકેલવા માટે જરૂરી સહાય પૂરી પાડશે.

ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધા ખૂબ વધારે છે
સંચાલનના પડકારોનો ઉલ્લેખ કરતા કંપનીના ચેરમેન હિમાંશુ કાપનિયાએ શેરહોલ્ડરોને સંબોધિત પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન બજારમાં કિંમતો ટકાઉ ન હતી. આ સિવાય આત્યંતિક સ્પર્ધાનો પડકાર પણ હતો. કાપનિયાએ આશા વ્યક્ત કરી હતી કે સરકાર રોકાણ પર વ્યાજબી વળતર માટે ઉદ્યોગને ટેકો આપશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સરકાર તરફ મદદની અપેક્ષા
ઓગસ્ટની શરૂઆતમાં કુમાર મંગલમ બિરલાએ રાજીનામું આપ્યા બાદ VILના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કપાનિયા બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. કપનિયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ સતત આર્થિક મુશ્કેલીમાં છે. ” કંપનીને આશા છે કે સરકાર ઉદ્યોગને સામનો કરી રહેલા તમામ માળખાકીય મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી સહાય પૂરી પાડશે.”

ઓછા ટેરિફ રેટને કારણે કંપનીઓની આવક પર ખરાબ અસર
તેમણે કહ્યું, “VIL દેશમાં 25 વર્ષથી મોબાઇલ સેવાઓ પૂરી પાડે છે. કંપની અપેક્ષા રાખે છે કે સરકાર તેમના વિશાળ રોકાણ પર વ્યાજબી વળતર માટે તેમને ટેકો આપશે. કપનિયાએ કહ્યું કે 2020-21માં વધુ પડતી સ્પર્ધા અને બિન-ટકાઉ ભાવના કારણે પરિસ્થિતિ પડકારજનક બની છે.

ટેલિકોમ ક્ષેત્રે પુષ્કળ નવી તકો પણ છે
ઓપરેશનલ પડકારો વચ્ચે ટેલિકોમ ઉદ્યોગ પાસે ડિજિટલ પ્રવેશ વધારવાની વિશાળ તકો છે. રોગચાળા દરમિયાન ડિજિટલની માંગ વધી છે. કાપનિય એ કહ્યું કે, અમે માનીએ છીએ કે સરકાર ખાનગી ક્ષેત્રના ઓપરેટરો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા જાળવવા માટે પગલાં લેશે.

 

આ પણ વાંચો :  હવે Post Office તમને Home Loan આપશે , LIC હાઉસિંગ ફાઇનાન્સ સાથે મળી નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે

 

આ પણ વાંચો :  આ સમાચાર વાંચીને શરાબના શોખીનોનો નશો ઉતરી જશે, જાણો શું છે કારણ

Next Article