Air India ને TATA Group દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો

|

Oct 01, 2021 | 4:43 PM

એર ઇન્ડિયા માટે બિડની મંજૂરીના સમાચાર બહાર આવ્યા બાદ પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ટેલિકોમ રાહત પેકેજના કારણે વોડાફોન આઈડિયાના ધિરાણકર્તાઓએ લોન પરત કરવાની આશા વધારી છે.

Air India ને TATA Group દ્વારા  ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો
Shares of public sector banks surged on news that Air India

Follow us on

જાહેર ક્ષેત્રની બેંકો માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. સરકારે લીધેલા બે નિર્ણયોને કારણે બેડ લોન અને જાહેર ક્ષેત્રની બેંકોની લોનની ગુણવત્તામાં સુધારાની શક્યતા છે. પહેલા સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહતની જાહેરાત કરી હતી અને હવે ટાટા સન્સને એર ઇન્ડિયાના વિનિવેશ માટે પસંદ કરવામાં આવી રહી હોવાના હેવાલ છે જોકે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ દેખાઈ રહ્યો છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયાએ એર ઈન્ડિયાને મોટા પાયે લોન આપી છે. આ ઉપરાંત અલ્હાબાદ બેંક, આંધ્ર બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા,ખાનગી બેન્કોને ડચ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે લોન આપી છે. આ સિવાય ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગને પણ એરલાઇનને લોન આપી છે.

આ બેંકોના શેરમાં તેજી
એર ઇન્ડિયા માટે બિડની મંજૂરીના સમાચાર બહાર આવ્યા બાદ પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ટેલિકોમ રાહત પેકેજના કારણે વોડાફોન આઈડિયાના ધિરાણકર્તાઓએ લોન પરત કરવાની આશા વધારી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

PNB                      40.65     +0.55 (1.37%)
Canara Bank      176.80    +3.80 (2.20%)
Bank of India      56.65     +1.15 (2.07%)
Bank of Baroda  82.40     +0.65 (0.80%)

આશરે 39 હજાર કરોડની લોન
સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 માટે કામચલાઉ આંકડા મુજબ એર ઇન્ડિયા પર કુલ 38,366.39 કરોડનું દેવું છે. એરલાઇન દ્વારા એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) માં રૂ. 22,064 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ આ રકમ છે. સરકારે સંસદને કહ્યું હતું કે જો એર ઇન્ડિયા વેચાય નહીં તો તેને બંધ કરવાનો એકમાત્ર ઉપાય છે.

Air India ની TATA Group માં ઘર વાપસીના સંકેત
સરકારી કંપની એર ઇન્ડિયા(Air India)ને TATA ખરીદી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપ(TATA GROUP)ની પસંદગી તરફ આગળ વધી રહી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી.

રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે JRD TATAએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી 1947 માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

 

આ પણ વાંચો : શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર

 

આ પણ વાંચો : Paras Defence Listing : ઇશ્યૂ પ્રાઇસથી 171% ઉપર લિસ્ટ થયો શેર, 175 રૂપિયાનો શેર 498 રૂપિયા સુધી ઉછળ્યો

Next Article