Adani Group આ કંપનીમાં ખરીદી શકે છે હિસ્સેદારી ! શેર બની ગયો રોકેટ, એક દિવસમાં 20 નો નોંધાયો ઉછાળો

|

Sep 20, 2024 | 2:57 PM

ITD Cementation India share Price:ITD સિમેન્ટેશન ઇન્ડિયાના શેરમાં આજે 20 સપ્ટેમ્બરે 20 ટકાથી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ આ કંપનીનો 46.64% હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યું છે તેવા સમાચાર પછી આ વધારો થયો છે.

1 / 6
ITD Cementation India share Price:  ITD સિમેન્ટેશન ઇન્ડિયાના શેરમાં આજે 20 સપ્ટેમ્બરે 20 ટકાથી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી જૂથ આ(Adani Group) કંપનીમાં 46.64% હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યું છે તેવા સમાચાર પછી આ વધારો થયો છે. આ હિસ્સો કંપનીના પ્રમોટર પાસેથી ખરીદવામાં આવશે. આઇટીડી સિમેન્ટેશનનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 555 પર પહોંચ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર પણ 1.7%ના વધારા સાથે રૂ. 2,977.45 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

2 / 6
સુત્રોના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે કે  આ ડીલ લગભગ રૂ. 5,888.57 કરોડની હોઈ શકે છે. ઉપરાંત, હિસ્સો ખરીદ્યા પછી, અદાણી જૂથ કંપનીના લઘુમતી શેરધારકો માટે ઓપન ઓફર પણ કરી શકે છે. આ એક્વિઝિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અદાણી ગ્રુપની સિવિલ એન્જિનિયરિંગ ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો આ અઠવાડિયાની શરૂઆતમાં સમજૂતી પર પહોંચી ગયા છે, અને ટૂંક સમયમાં આ સોદાની ઔપચારિક જાહેરાત થઈ શકે છે.

3 / 6
ITD સિમેન્ટેશનની વર્તમાન બજાર મૂડી રૂ. 8,097 કરોડ છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસનું કુલ બજાર મૂલ્ય રૂ. 3.3 લાખ કરોડથી વધુ છે.

4 / 6
જૂન ક્વાર્ટર સુધીના ડેટા અનુસાર, ITD સિમેન્ટેશનના પ્રમોટર, ઇટાલિયન-થાઇ ડેવલપમેન્ટ પબ્લિક કંપની, 46.64% હિસ્સો ધરાવે છે. કંપનીએ જુલાઈમાં સ્ટોક એક્સચેન્જોને મોકલેલા સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે "ITD સિમેન્ટેશનના પ્રમોટર શેરધારકો તેમનો હિસ્સો વેચવાનું વિચારી રહ્યા છે."

5 / 6
જો પ્રમોટરો હિસ્સો વેચવાનું નક્કી કરે છે, તો કંપનીના વધારાના 26% શેર માટે ઓપન ઓફર પણ કરવામાં આવશે. ITD સિમેન્ટેશનની આવક મુખ્યત્વે દરિયાઈ માળખાં અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંથી આવે છે. જેમાં દિલ્હી અને કોલકાતા મેટ્રો સિસ્ટમ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

6 / 6
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે ITD સિમેન્ટેશન ઈન્ડિયાના શેરમાં 20 ટકાનો વધારા સાથે રૂ. 566 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ વર્ષની શરૂઆતથી કંપનીના શેરમાં લગભગ 89.68 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં, તેણે તેના રોકાણકારોને 150 ટકાથી વધુનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.

Next Photo Gallery