Indigo Paints IPO: IPOના શેર 28 જાન્યુઆરીએ મળશે, ફાળવણીની સ્થિતિ તપાસવાની બે રીત જાણો અહેવાલમાં

|

Jan 26, 2021 | 9:15 AM

Indigo Paints Share Allotment: ઈન્ડિગો પેઇન્ટ્સ આઇપીઓમાં શેરની ફાળવણી 28 જાન્યુઆરીએ થવાની છે.

Indigo Paints IPO: IPOના શેર 28 જાન્યુઆરીએ મળશે, ફાળવણીની સ્થિતિ તપાસવાની બે રીત જાણો અહેવાલમાં
IPO - INDIGO PAINTS

Follow us on

Indigo Paints Share Allotment: ઈન્ડિગો પેઇન્ટ્સ આઇપીઓમાં શેરની ફાળવણી 28 જાન્યુઆરીએ થવાની છે. જે બાદ 2 ફેબ્રુઆરીએ ઈન્ડિગો પેઇન્ટ્સ શેર બજારમાં લિસ્ટેડ થશે. આઈપીઓ અંગે રોકાણકારોમાં સારો ક્રેઝ રહ્યો છે અને તે 117 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. વિશ્લેષકો આઇપીઓની શેર બજારના પ્રીમિયમ પર લિસ્ટિંગ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. જો તમે આઇપીઓમાં પણ રોકાણ કર્યું છે, તો તમારે તે તમને તેના શેર મળશે કે નહીં તે જાણવા ઉત્સુકતા હશે. BSEની વેબસાઇટ ઉપરાંત તમે રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી આ બાબતે જાણકારી મેળવી શકો છો.

IPO અંગે જાહેર તારીખ
માર્કેટ રેગ્યુલેટર SEBI દ્વારા પ્રાપ્ત આવેલી માહિતી મુજબ, કંપની 28 મી જાન્યુઆરીએ શેર ફાળવણીને અંતિમ સ્વરૂપ આપશે. આ આઈપીઓમાં જે શેર રોકાણકારોને ફાળવવામાં આવશે તેમના ડિમેટ ખાતામાં 1 ફેબ્રુઆરીના રોજ શેર જારી કરવામાં આવશે. તે જ સમયે, જેમને શેર મળશે નહીં, તેમના પૈસા 29 જાન્યુઆરીએ ખાતામાં પરત કરવામાં આવશે. શેર મળ્યા કે નહિ તેની સ્થિતિ તપાસવા નીચેના સ્ટેપ્સને અનુસરો.

વિકલ્પ 1: BSE વેબસાઇટ
પહેલા તમારે બીએસઈની વેબસાઇટ પર જવું પડશે.
ઇક્વિટી બોક્સની તપાસ કરવી પડશે.
ડ્રોપડાઉનમાં ઇશ્યૂ નામ < Indigo Paints> દાખલ કરવું પડશે.
તમારો એપ્લિકેશન નંબર લખવો પડશે.
તમારે તમારા પાન નંબર વિશે માહિતી આપવાની રહેશે.
છેલ્લે, તમારે સર્ચ બટન પર ક્લિક કરવું પડશે
તે પછી સંપૂર્ણ માહિતી નજરે પડશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વિકલ્પ 2: રજિસ્ટ્રારની વેબસાઇટ
Link Intime India રજિસ્ટ્રાર છે. આઈપીઓ માટે રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
વેબસાઇટ https://www.linkintime.co.in/IPO/public-issues.html છે.
નીચે આવતામાં કંપનીનું નામ <INDIGO PAINTS> લખો.
પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો.
કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.

Next Article