પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં ઉત્તારચઢાવની સ્થિતિ વચ્ચે સેન્સેક્સ ૯૮ અને નિફટી ૨૬ અંક વધ્યા

|

Oct 20, 2020 | 10:31 AM

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા બાદ ઉત્તર- ચઢાવની સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક કારોબારમાં સ્પષ્ટ દિશા નિર્દેશ કરી રહ્યા નથી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,628.47 જ્યારે નિફ્ટી 11,924.30 સુધી વધ્યા હતા. પ્રારંભિક સત્ર શેરબજારમાં ઉત્તર ચઢાવની સ્થિતિ વચ્ચે સેન્સેક્સ ૯૮ અને નિફટી ૨૬ અંક વધ્યા સુધી ઉપરી સપાટીને સ્પર્શ્યા […]

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં ઉત્તારચઢાવની સ્થિતિ વચ્ચે સેન્સેક્સ ૯૮ અને નિફટી ૨૬ અંક વધ્યા

Follow us on

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા બાદ ઉત્તર- ચઢાવની સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક કારોબારમાં સ્પષ્ટ દિશા નિર્દેશ કરી રહ્યા નથી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,628.47 જ્યારે નિફ્ટી 11,924.30 સુધી વધ્યા હતા. પ્રારંભિક સત્ર શેરબજારમાં ઉત્તર ચઢાવની સ્થિતિ વચ્ચે સેન્સેક્સ ૯૮ અને નિફટી ૨૬ અંક વધ્યા સુધી ઉપરી સપાટીને સ્પર્શ્યા હતા.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બંને બજારમાં 0 .1 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે. સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.09 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.04 ટકાનો નજીવો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.09 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, એફએમસીજી અને ફાર્મા શેરોમાં નરમાશ જોવા મળી રહ્યા છે. ઑટો, રિયલ્ટી અને આઈટી શેરોમાં સ્વર્ણ સત્રમાં મજબૂતી દેખાઈ છે. દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, શ્રી સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, આઈશર મોટર્સ અને વિપ્રો વધ્યા છે. જ્યારે બ્રિટાનિયા, ઓએનજીસી, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા અને આઈઓસી ઘટ્યા છે.

 

પ્રારંભિક સત્રમાં શેરબજારની સ્થિતિ સવારે (૧૦.૧૦ વાગે )
બજાર           સૂચકઆંક          વધારો
સેન્સેક્સ       40,530.37     +98.77 (0.24%)
નિફટી          11,899.30     +26.25 (0.22%)

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:30 am, Tue, 20 October 20

Next Article