Share Market Today : આજે ગુરુવારે ભારતીય શેરબજાર નબળાઈ સાથે ખુલ્યું હતું. જો કે, થોડીવારમાં તે લીલા નિશાન હેઠળ આવી ગયું પણ તેજી ટકી નહીં. સવારે 11 વાગે BSE સેન્સેક્સ 100 અંકના ઘટાડા સાથે 61670 ના સ્તરની નજીક કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 18,250ની નજીક છે. મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી બજારને દબાણમાં રાખી રહી છે જ્યારે FMCG અને રિટેલ શેરોમાં ખરીદી તેને ટેકો આપી રહી છે.પ્રારંભિક કારોબારમાં બ્રાનિયાનો શેર નિફ્ટીમાં લગભગ 4 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે ઈન્ડેક્સનો ટોપ ગેનર પણ છે. આ સિવાય પાવર ગ્રીડ અને બજાજ ઓટોના શેરમાં તેજી જોવા મળી રહી છે. તે જ સમયે, ટાટા મોટર્સ અને હિન્દાલ્કોના શેરમાં 1.25 ટકા સુધીનો ઘટાડો થયો હતો. આ શેરો નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યો છે.
આ પહેલા બુધવારે ભારતીય બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 61,773 પર અને નિફ્ટી 62 પોઈન્ટ ઘટીને 18,285 પર બંધ થયા છે. આજે માત્ર ત્રન સેક્ટર લીલા નિશાન ઉપર છે.
INDEX | CURRENT | %CHNG | HIGH | LOW |
NIFTY BANK | 43,534.00 | -0.33 | 43,705.15 | 43,470.75 |
NIFTY AUTO | 13,944.80 | -0.32 | 14,014.85 | 13,924.85 |
NIFTY FINANCIAL SERVICES | 19,174.35 | -0.36 | 19,255.90 | 19,156.40 |
NIFTY FINANCIAL SERVICES 25/50 | 18,674.60 | -0.2 | 18,721.05 | 18,655.30 |
NIFTY FMCG | 49,625.35 | 0.55 | 49,825.05 | 49,418.65 |
NIFTY IT | 28,768.00 | -0.43 | 28,892.55 | 28,702.05 |
NIFTY MEDIA | 1,692.80 | -0.01 | 1,702.65 | 1,685.15 |
NIFTY METAL | 5,811.45 | -0.75 | 5,857.25 | 5,787.05 |
NIFTY PHARMA | 12,417.80 | -0.18 | 12,474.65 | 12,403.20 |
NIFTY PSU BANK | 3,972.65 | -0.37 | 3,984.30 | 3,954.85 |
NIFTY PRIVATE BANK | 22,108.45 | -0.28 | 22,185.50 | 22,067.05 |
NIFTY REALTY | 465.35 | 0.82 | 465.75 | 462.1 |
NIFTY HEALTHCARE INDEX | 8,057.65 | -0.22 | 8,094.85 | 8,053.15 |
NIFTY CONSUMER DURABLES | 25,360.10 | 0.15 | 25,409.05 | 25,272.65 |
NIFTY OIL & GAS | 7,527.75 | -0.32 | 7,552.10 | 7,515.80 |
Cummins India કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 ના માર્ચ ક્વાર્ટર માટે તેની કમાણી જાહેર કર્યા પછી કમિન્સ ઈન્ડિયાના શેરની કિંમતમાં વધારો થયો છે. ડીઝલ અને નેચરલ ગેસ એન્જિન મેન્યુફેક્ચરિંગ કંપનીએ બુધવારે ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો વાર્ષિક ધોરણે 61.3 ટકા વધીને રૂ. 349 કરોડ કર્યો હતો. જેને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત માંગને ટેકો મળ્યો હતો.
આજે શેર 1,575.00 ની સપાટીએ ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 1,632.00 અને 1,565.00 ની નીચલી સપાટીએ જોવા મળ્યો હતો. સવારે 11.05 વાગે Cummins India Ltd 1,619.50ઉપર ટ્રેડ કરી રહ્યો હતો જે સમયે શેરમાં 24.20 રૂપિયા મુજબ 1.52% ની તેજી નજરે પડી રહી હતી.
આ પણ વાંચો : વ્યાજદરમાં વધારો અટકાવવો અમારા નિયંત્રણમાં નથી, અમે મોંઘવારી પ્રત્યે બેદરકાર રહી શકીએ નહીં: RBI