Share Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છ. આજે બંને મુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સના શરૂઆતી ડેટા જણાવે છે કે ઈન્ડેક્સ(Sensex Opening Today) 65,559.41 ઉપર ખુલ્યો છે. આ સમયે તેમાં 226.23 અંક અથવા આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના નવા રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. ગુરુવારનાના કારોબારના અંતે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે 65,754 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 87 પોઈન્ટના ઉછાળા સાથે 19,585 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ સેન્સેક્સ 65,832 અને નિફ્ટી 19,512 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ નોંધાયા હતા.
સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. BSE સેન્સેક્સ પ્રથમ વખત 339 પોઈન્ટ વધીને 65,785 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 98 પોઈન્ટ વધીને 19,497 પર બંધ રહ્યો હતો, જે ઈન્ડેક્સનું લાઈફ હાઈ ક્લોઝિંગ લેવલ પણ છે. બજારમાં મજબૂત રેલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 301.70 લાખ કરોડને પાર કરી ગયું છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 2,641.05 કરોડના શેર ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 6 જુલાઈના રોજ રૂ. 2,351.66 કરોડના શેર વેચ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા દર્શાવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 6 જુલાઈના રોજ જણાવ્યું હતું કે તે આજે 7 જુલાઈએ રૂ. 2 લાખ કરોડની નોટિફાઈડ રકમ માટે ચાર દિવસીય વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓક્શન કરશે. હરાજી સવારે 10:30 થી સવારે 11:00 વાગ્યાની વચ્ચે થશે અને આ ભંડોળનું રિવર્સલ 11 જુલાઈના રોજ થશે. આ સપ્તાહમાં મધ્યસ્થ બેંક દ્વારા આયોજિત આ સતત પાંચમી રિવર્સ રેપો હરાજી હશે.”વર્તમાન અને વિકસતી તરલતાની સ્થિતિની સમીક્ષા પર જુલાઈ 07 ના રોજ વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓક્શન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે” તેમ RBIએ એક રિલીઝમાં જણાવ્યું હતું.
Published On - 9:16 am, Fri, 7 July 23