Share Market Today : મજબૂત વૈશ્વિક સંકેત સાથે આગળ વધતા ભારતીય શેરબજારની શરૂઆત આજે બુધવારે તારીખ 19 જુલાઈ 2023 ના રોજ પણ લીલા નિશાન ઉપર થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. આજના કારોબારના પ્રારંભ સમયે સેન્સેક્સ(SensexToday) 0.16 ટકા અને નિફટી (Nifty Today) 0.27 ટકા વૃદ્ધિ સાથે કારોબારનો પ્રારંભ કરવામાં સફળ રહ્યા છે. મંગળવારે 18 જુલાઈ 2023 ના રોજ સેન્સેક્સ (Sensex Life Time High) 67,007.02 અને નિફટી (Sensex Life Time High) 19,819.45 સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
આજે પણ શરૂઆતી કારોબારમાં બન્ને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતો. સેન્સેક્સ 67,083 સુધી ઉપલા સ્તરે પહોંચ્યા બાદ સવારે 9.20 વાગ્યાના અરસામાં ફરી જોકે 67000 નીચે સરકી ગયો હતો.
આજે બુધવારે તારીખ 19 જુલાઈ 2023 ના રોજ સવારે સેન્સેક્સ 66,905.01 ઉપર ખુલ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 109.87 અંક મુજબ 0.16%ની તેજી જોવામળી હતી. બીજી તરફ નિફટીમાં 53.70 પોઇન્ટ અનુસાર 0.27% નો ઉછાળો નોંધાયો હતો. આજે સવારે નિફટી 19,802.95 ઉપર ખુલ્યો હતો
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 18 જુલાઈએ રૂ. 2,115.84 કરોડના શેર ખરીદ્યા છે જ્યારે આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 18 જુલાઈ 2023ના રોજ રૂ. 1,317.56 કરોડના શેર વેચ્યા હતા. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના જાહેર ડેટા દર્શાવે છે.
NSE એ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને RBL બેન્કને જુલાઈ 19 માટે તેની F&O પ્રતિબંધ સૂચિમાં જાળવી રાખ્યા છે. F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં કઈ કંપનીઓ આવે છે તે પૂછતાં જાણવા મળ્યું હતું કે આમ એ કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી જાય છે.
કોર રિટેલ વેચાણમાં જૂનમાં મજબૂત લાભ જોવા મળ્યા બાદ મંગળવારે કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલર 15-મહિનાની નીચી સપાટીથી ઉછળ્યો હતો કારણ કે રોકાણકારો આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
મહિના દરમિયાન 0.2% ના વધારા સાથે જૂનમાં અપેક્ષા કરતાં યુએસ રિટેલ વેચાણમાં વધારો થયો હતો. અગાઉના અહેવાલ મુજબ વેચાણ 0.3% ને બદલે 0.5% વધ્યું છે. બજારમાં તેજીની શરૂઆત જોઈ શકે છે કારણ કે GIFT નિફ્ટી 19,808 પર 4.5 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે ફ્લેટ ઓપનિંગ સૂચવે છે. 17 જુલાઈએ સેન્સેક્સ 205.21 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 66,795.14 પર અને નિફ્ટી 37.80 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 19,749.30 પર હતો.
Published On - 9:20 am, Wed, 19 July 23