Share Market Today : નબળાં વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે સપથના છેલ્લા કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ (Sensex Today)66,907.07 ઉપર ખુલ્યો છે. જે 664.83 અંક અથવા
ફ્લેટ શરૂઆત છતાં ગુરુવારે કારોબારમાં ક્લોઝિંગ સમયે સારી તેજી રહી હતી. વીકલી એક્સપાયરીના ક્લોઝિંગ સમયે સેન્સેક્સ 67,571.90 પર બંધ થયો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 474.46 પોઇન્ટ અનુસાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે શુક્રવાર તારીખ 21 જુલાઈ 2023ના રોજ નાણાકીય વર્ષ 2023-24 (Q1FY24) ના એપ્રિલ-જૂન સમયગાળા માટેના તેના ત્રિમાસિક પરિણામો(Reliance Industries Q1 Results )ની જાહેરાત કરશે. કંપની દ્વારા એક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર બોર્ડ તેના શેરધારકોને ડિવિડન્ડની ચુકવણી પર વિચારણા કરશે અને મંજૂર કરશે તેવી શક્યતા છે.
દેશની સૌથી મૂલ્યવાન કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીના નાણાકીય પરિણામોને ધ્યાનમાં લેવા અને મંજૂર કરવા માટે શુક્રવાર, 21 જુલાઈ, 2023ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાવાની છે.” આજે બજારના કલાકો પછી પરિણામ જાહેર થવાની શક્યતા છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 3,370.90 કરોડના શેર ખરીદ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 20 જુલાઈના રોજ રૂ. 193.02 કરોડના શેર વેચ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કામચલાઉ ડેટા દર્શાવે છે.
NSE એ 21 જુલાઈ 2023ના રોજ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, L&T ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને RBL બેંકને જાળવી રાખતા 21 જુલાઈ માટે બલરામપુર ચીની મિલ્સ અને પંજાબ નેશનલ બેંકને તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે.
ડિસ્ક્લેમર : અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા રોકાણકારે આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ
Published On - 9:17 am, Fri, 21 July 23