Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex 66381 પર ખુલ્યો

|

Sep 08, 2023 | 9:23 AM

Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી આગળ ધપતી નજરે પડે છે. આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 8 સપ્ટેમ્બર 2023 ના રોજ શેરબજાર તેજી સાથે ખુલ્યું(Share Market Opening Bell) છે. કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે.

Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex 66381 પર ખુલ્યો

Follow us on

Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી આગળ ધપતી નજરે પડે છે. આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 8 સપ્ટેમ્બર 2023 ના રોજ શેરબજાર તેજી સાથે ખુલ્યું(Share Market Opening Bell) છે. કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. સેન્સેક્સ(Sensex Today) 0.17% અને નિફટી 0.24% ઉછાળા સાથે ખુલ્યા હતા.

Stock Market Opening Bell (08 September, 2023)

  • SENSEX  : 66,381.43 +115.87 
  • NIFTY      : 19,774.80 +47.75 

આ પણ વાંચો : Jio Financial Services Share : અંબાણીની કંપનીનો સ્ટોક NSEના તમામ સૂચકાંકોની બહાર થશે, 7 સપ્ટેમ્બરથી નિર્ણય લાગુ થશે

ઓગસ્ટમાં Demat account Opening 19 મહિનાની ઊંચી સપાટીએ  પહોંચ્યું

ઓગસ્ટ દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો હોવા છતાં, ડીમેટ ખાતા ખોલનારા નવા રોકાણકારોમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં 19 મહિનામાં સૌથી વધુ સંખ્યામાં ઉમેરો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, ઓગસ્ટમાં ખોલવામાં આવેલા ડીમેટ ખાતાઓની સંખ્યા કુલ 31 લાખથી વધુ છે જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ ખાતું ખોલવાનો દર દર્શાવે છે. બીજી તરફ એક મહિના પહેલા 29.7 લાખ અને એક વર્ષ અગાઉ 21 લાખ ઉમેરાયા હતા. કુલ ડીમેટ સંખ્યા 12.66 કરોડને વટાવી ગઈ છે, જે એક મહિના પહેલાની સરખામણીમાં 2.51 ટકા અને એક વર્ષ અગાઉની સરખામણીમાં 25.83 ટકા વધારે છે.

આ પણ વાંચો : Basilic Fly Studio IPO allotment : આ રીતે શેર ફાળવણીની સ્થિતિ તપાસો, જાણો GMP અને લિસ્ટિંગની તારીખ

આજે IPO ની ભરમાર

IPO Type Issue Price Issue Size (crores) Lot Size Open Date Close Date
Jupiter Life IPO 695 -735 851.27 – 869.07 20 6-Sep 8-Sep
EMS IPO 200 -211 312.12 – 321.25 70 8-Sep 12-Sep
Kahan Packaging SME IPO 80 5.76 1600 6-Sep 8-Sep
Jiwanram Sheodu SME IPO 23 17.07 6000 8-Sep 12-Sep
Meson Valves SME IPO 102 31.09 1200 8-Sep 12-Sep
Unihealth SME IPO 126 -132 53.98 – 56.55 1000 8-Sep 12-Sep

એશિયન અને અમેરિકન બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા છે. ડૉલર ઇન્ડેક્સ અને 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં પણ નરમાઈ છે. આ પહેલા ગુરુવારે ભારતીય બજારો સતત 5માં દિવસે સકારાત્મક બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 66,265 પર બંધ રહ્યો હતો.

આજે સ્થાનિક શેરબજારની શરૂઆત સારી સ્થિતિમાં જોવા મળી છે.આજે શુક્રવારે  BSE સેન્સેક્સ 115.87 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 66,381 પર શરૂ થયો છે. NSE નો નિફ્ટી 47.75 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 19,774 ના સ્તર પર કારોબારની શરૂઆત બતાવવામાં સફળ રહ્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:18 am, Fri, 8 September 23

Next Article