Share Market Today : શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, આજે જાણીતી કંપનીઓના જાહેર થશે પરિણામ

|

Aug 02, 2023 | 9:18 AM

મંગળવારે ઓગસ્ટ મહિનાના પહેલા સત્રમાં ભારતીય શેરબજાર(Share Market)માં ઉતાર-ચઢાવ નજરે પડ્યો હતો.  મોટાભાગના સેક્ટરના શેરોમાં નુકસાન નોંધાયું હતું. શેરબજારમાં માત્ર આઈટી સેક્ટર તેજીમાં રહ્યું હતું.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1 ઓગસ્ટના રોજ રૂ. 1,035.69 કરોડના શેરો ખરીદ્યા હતા.

Share Market Today : શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, આજે જાણીતી કંપનીઓના જાહેર થશે પરિણામ

Follow us on

Share Market Today : નબળાં વૈશ્વિક સંકેત સાથે આજે ભારતીય શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઇ છે. શેરબજારના બંને મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. કારોબારની શરૂઆત સમયે સેન્સેક્સમાં 0.59% જયારે નિફટીમાં 0.40%નો ઘટાડો નજરે પડી રહ્યો છે.

આજે સેન્સેક્સ 394 પોઇન્ટના ઘટાડા સાથે 66,064.41 ઉપર ખુલ્યો હતો બીજી તરફ નિફટીએ 78 પોઇન્ટના નુકસાન સાથે 19,655.40 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. આ  અગાઉના સત્રમાં સેન્સેક્સ 66,459.31 ઉપર જયારે નિફટી 19,733.55 પર બંધ થયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં અસ્થિરતા નજરે પડી રહી છે. સેન્સેક્સ અને નિફટી સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ સતત ઉતાર – ચઢવો સામનો કરી રહ્યા છે. આજે પણ કારોબાર લાલ નિશાનમાં શરૂ થયો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

Stock Market Opening Bell (2 August, 2023)

  • SENSEX  : 66,064.41 −394.91 
  • NIFTY      : 19,655.40 −78.15 

છેલ્લાં સત્રનો કારોબાર

મંગળવારે ઓગસ્ટ મહિનાના પહેલા સત્રમાં ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ નજરે પડ્યો હતો.  મોટાભાગના સેક્ટરના શેરોમાં નુકસાન નોંધાયું હતું. શેરબજારમાં માત્ર આઈટી સેક્ટર તેજીમાં રહ્યું હતું. મંગળવારના કારોબારના અંતે સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટીને 66,459 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 20 પોઈન્ટના ઘટાડા સાથે 19,735 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે  આ કંપનીઓના  Q1 પરિણામ જાહેર થશે

  • ટાઇટન
  • આદિત્ય બિરલા કેપિટલ
  • ગોદરેજ પ્રોપર્ટીઝ
  • ગુજરાત ગેસ
  • એચપીસીએલ
  • ઇન્ટરગ્લોબ એવિએશન
  • મેટ્રોપોલિસ હેલ્થકેર
  • અંબુજા સિમેન્ટ્સ

ડૉલર ઇન્ડેક્સ

ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.47 ટકા વધીને 102.11 પર ટ્રેડ થયો હતો, જ્યારે એક ડૉલરનું મૂલ્ય 82.31 રૂપિયાની નજીક હતું.

FII અને DII

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 92.85 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1 ઓગસ્ટના રોજ રૂ. 1,035.69 કરોડના શેરો ખરીદ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના  ડેટા  માહિતી દર્શાવે છે.

Yatharth Hospital IPO ના શેરની ફાળવણી થશે 

Yatharth Hospital IPO ના શેર આજે 2 ઓગસ્ટ, 2023ના રોજ ફાળવવામાં આવશે. તે જ સમયે શેર તારીખ 7 ઓગસ્ટ 2023 સુધી કરવામાં . નોંધનીય છે કે આ IPOનું કદ 686.55 કરોડ રૂપિયા છે.આ IPO ને ખુબ  સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ IPO અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 85ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો કંપનીના સર્વોચ્ચ સ્તરના પ્રાઇસ બેન્ડ સાથે જોવામાં આવે તો તેનું લિસ્ટિંગ 385 રૂપિયા પ્રતિ શેર પર થઈ શકે છે.

Next Article