Share Market Today : શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 67080 પર ખુલ્યો

|

Sep 20, 2023 | 9:18 AM

Share Market Today : નબળાં વૈશ્વિક સંકેત સાથે આજે 20 સપ્ટેમ્બરે બુધવારે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઇ હતી. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકઆંક મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ(Sensex) અને નિફટી  પોણા ટકા કરતાં વધુ નુકસાન સાથે ખુલ્યા હતા. 

Share Market Today : શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 67080 પર ખુલ્યો

Follow us on

Share Market Today : નબળાં વૈશ્વિક સંકેત સાથે આજે 20 સપ્ટેમ્બરે બુધવારે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઇ હતી. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકઆંક મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ(Sensex) અને નિફટી  પોણા ટકા કરતાં વધુ નુકસાન સાથે ખુલ્યા હતા.

Stock Market Opening Bell (20 September, 2023)

  • SENSEX  : 67,080.18 −516.66 
  • NIFTY      : 19,980.75  −152.55 

આ પણ વાંચો : Global Market : ભારતીય શેરબજારમાં વેચાણ જોવા મળી શકે છે, વૈશ્વિક બજાર તરફથી નરમ સંકેત મળ્યા

આ સ્ટોક્સમાં 5% કરતાં વધુ નુકસાન

Company Prev Close (Rs) Current Price (Rs) % Loss
Thakker’s Develo 140.4 127 -9.54
DB (International) 29.48 27 -8.41
Lambodhara Texti 168.5 156 -7.42
Shree Rama Newsprint 16.11 15.11 -6.21
Sakthi Finance 35.11 33.01 -5.98
Sahyadri Industries 435.3 410.5 -5.7
Palco Metals 56.12 53.03 -5.51
Avro India 116.15 110.2 -5.12
BFL Asset Finvest 14 13.3 -5
Taaza International 13.01 12.36 -5

શશિધર જગદીશનને આગામી ત્રણ વર્ષ માટે HDFC બેંકના MD અને CEO તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ HDFC બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે શશિધર જગદીશનની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે એમ ધિરાણકર્તાએ 19 સપ્ટેમ્બરના રોજ એક્સચેન્જોને એક સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું. પુનઃનિયુક્તિ માર્યાદિત સમયગાળા માટે 27 ઑક્ટોબર, 2023 થી ઑક્ટોબર 26, 2026 સુધીના ત્રણ વર્ષ માટે છે તેમ બેંકે જણાવ્યું હતું. પુનઃનિયુક્તિને અસર કરવા માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોગ્ય સમયે બોલાવવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

પ્રી-ઓપનિંગ સેશનમાં ઘટાડો

બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ 594.82 પોઇન્ટ અથવા 0.88 ટકા ઘટીને 67,002.02 પર અને નિફ્ટી 362.10 પોઇન્ટ અથવા 1.80 ટકા ઘટીને 19,771.20 પર હતો.

ડૉલર ઇન્ડેક્સ

ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.06 ટકા ઘટીને 104.79 પર ટ્રેડ થયો હતો જ્યારે એક ડૉલરનું મૂલ્ય 83.11 રૂપિયાની નજીક હતું.

આ પણ વાંચો : Commodity Market Today: મસાલાના ભાવમાં સતત વધઘટ, જાણો શું છે અન્ય Commodity ના હાલ

FII અને DII

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 18 સપ્ટેમ્બરે રૂ. 1,236.51 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 18 સપ્ટેમ્બરના રોજ રૂ. 552.55 કરોડના શેરની ખરીદી કરી હતી.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:15 am, Wed, 20 September 23

Next Article