Share Market Today : અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ(Federal Reserve)ની સપ્ટેમ્બરની પોલિસી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. 2 દિવસની બેઠક બાદ વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ દરમાં વધુ વધારો થવાના સંકેતો છે. આ કારણે વૈશ્વિક બજારમાં ચારે તરફ વેચવાલી નોંધાઈ રહી છે. વૈશ્વિક નરમાશમાં ભારત પણ બાકાત રહ્યું હતું. આજે ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યા હતા.
ફેડના ચેરમેને જણાવ્યું હતું કે, FEDનું ધ્યાન ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક સ્થિરતા પર છે. આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 0.29 ટકા તો નિફટી 0.31 ટકા નુકસાન સાથે ખુલ્યા છે.
HDFC AMCને DCB બેંકમાં 9.5 ટકા સુધીનો હિસ્સો ખરીદવા માટે ભારતીય રિઝર્વ બેંક પાસેથી મંજૂરી મળી છે. RBI એ HDFC AMCને મંજૂરીની તારીખના એક વર્ષની અંદર DCB બેંકમાં હિસ્સો ખરીદવાની પણ સલાહ આપે છે.HDFC AMC એ સુનિશ્ચિત કરવું પડશે કે ધિરાણકર્તામાં તેની હોલ્ડિંગ હંમેશા 9.5 ટકાથી વધુ ન હોય.
યુએસ FEDના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમારું ધ્યાન ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક સ્થિરતા પર છે. હાલમાં મોંઘવારી દરને 2% સુધી લાવવામાં વધુ સમય લાગશે. તેથી ‘પ્રતિબંધિત’ નીતિની જરૂર છે. જોકે અમેરિકાની આર્થિક સ્થિતિ મજબૂત છે. લેબર માર્કેટમાં પણ પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે.
Company Name | High | Low | Last Price | Prev Close | Change | % Loss |
HCL Tech | 1,285.00 | 1,264.00 | 1,264.65 | 1,293.40 | -28.75 | -2.22 |
LTIMindtree | 5,468.00 | 5,398.00 | 5,398.00 | 5,473.45 | -75.45 | -1.38 |
ICICI Bank | 982.5 | 974.7 | 975.7 | 987.15 | -11.45 | -1.16 |
Hero Motocorp | 3,062.95 | 3,026.75 | 3,026.80 | 3,061.85 | -35.05 | -1.14 |
Grasim | 1,940.00 | 1,920.10 | 1,923.10 | 1,944.70 | -21.6 | -1.11 |
UltraTechCement | 8,438.00 | 8,375.10 | 8,382.40 | 8,458.15 | -75.75 | -0.9 |
HDFC Bank | 1,553.00 | 1,537.05 | 1,549.75 | 1,563.70 | -13.95 | -0.89 |
TATA Cons. Prod | 869 | 861.2 | 862.85 | 869.7 | -6.85 | -0.79 |
SBI Life Insura | 1,351.90 | 1,333.00 | 1,334.80 | 1,345.20 | -10.4 | -0.77 |
TCS | 3,605.00 | 3,578.40 | 3,578.70 | 3,606.05 | -27.35 | -0.76 |
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:16 am, Thu, 21 September 23