Share Market : શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફટીએ અડધા ટકાની વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવ્યો

|

Nov 01, 2021 | 10:15 AM

શુક્રવારે શેરબજારમાં સેન્સેક્સમાં 678 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 59307 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 186 પોઈન્ટની નબળાઈ બાદ 17672 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફટીએ અડધા ટકાની વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવ્યો
Stock Market

Follow us on

ભારતીય શેરબજારે સતત બે દિવસના ઘટાડા બાદ આજે મજબૂત શરૂઆત કરી છે. સેન્સેક્સ શુક્રવારના 59,306.93 ના બંધ સ્તર સામે આજે સોમવારે વધારા સાથે 59,577.48 ની સપાટી ઉપર ખુલ્યો છે. જો નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,783.15 પર ખુલ્યો હતો. શુક્રવારે આ સૂચકઆંક 17,671.૬૫ પર બંધ થયો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા 
ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વધારાની સાથે વેપાર જોવા મળી રહ્યો છે.આ અગાઉ શુક્રવારે યુએસ બજારો પણ મજબૂત સ્થિતિમાં બંધ હતા. શુક્રવારે ડાઉ જોન્સ 89 અંક વધીને 35,820 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં 50 પોઈન્ટનો વધારો થયો હતો જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. SGX નિફ્ટી, નિક્કી અને સ્ટ્રેટ ટાઇમ્સ જેવા સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી રહી છે. આજના કારોબારમાં એશિયન બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટી, નિક્કી અને સ્ટ્રેટ ટાઇમ્સ જેવા સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી રહી છે. હેંગ સેંગ નબળો દેખાઈ રહ્યો છે, પરંતુ તાઈવાન વેઈટેડ અને કોસ્પી ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
NSE પર F&O હેઠળ પંજાબ નેશનલ બેંક (PNB) માં આજે એટલે કે 1લી નવેમ્બરે કોઈ ટ્રેડિંગ થશે નહીં.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

FII અને DII ડેટા
શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી રૂ 5,143 કરોડ ઉપાડ્યા હતા તો બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ 4343 કરોડની ખરીદી કરી હતી.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે 
આજે એટલે કે 1 નવેમ્બરે, કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે, જેમાં HDFC, Tata Motors, Chambal Fertilisers, IRCTC, Bayer Cropscience, Devyani International, Graphite India, IG Petrochemicals, Punjab & Sind Bank, Relaxo Footwears, Shipping Corporation of India, SPARC અને Whirlpool નો સમાવેશ થાય છે.

શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
શુક્રવારે શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 678 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 59307 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 186 પોઈન્ટની નબળાઈ બાદ 17672 ના સ્તર પર બંધ થયો હતો. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. TECHM, NTPC, INDUSINDBK, KOTAKBANK, LT, AXISBANK અને Infosys ટોપ લુઝર્સ જ્યારે ટોપ ગેનર્સમાં ULTRACEMCO, DRREDDY, MARUTI, TATASTEEL, TITAN અને ICICIBANKનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો :  LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Published On - 9:16 am, Mon, 1 November 21

Next Article