Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારની નરમ શરૂઆત , સતત રહેલી તેજી બાદ કરેક્શનનું નિષ્ણાંતોનું અનુમાન

|

Sep 20, 2021 | 9:41 AM

BSE પર 2,555 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે જેમાં 830 શેર વધારા સાથે જોવા મળી રહ્યા છે અને 1,606 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડનોંધાઈ છે.

સમાચાર સાંભળો
Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારની નરમ શરૂઆત , સતત રહેલી તેજી બાદ કરેક્શનનું નિષ્ણાંતોનું અનુમાન
Stock Market

Follow us on

આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજાર(Share Market)ની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ(Sensex) 58,634 અને નિફ્ટી(Nifty) 17,443 પર ખુલ્યો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 350 અંક અને નિફ્ટી 125 અંક ઘટીને થોડા રિકવર થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર વધી રહ્યા છે અને 25 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં ટાટા સ્ટીલનો શેર લગભગ 5% ની નબળાઈ અને ઈન્ડસઈન્ડ બેંકના શેર 2% ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.

BSE પર 2,555 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે જેમાં 830 શેર વધારા સાથે જોવા મળી રહ્યા છે અને 1,606 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડનોંધાઈ છે. અગાઉ શુક્રવારે સેન્સેક્સ 125 અંક ઘટીને 59,015 અને નિફ્ટી 44 અંક ઘટીને 17,585 પર બંધ થયો હતો.

આજે વૈશ્વિક સંકેત નબળા રહયા હતા જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ હતી. શુક્રવારે Dow 166 અંક ઘટ્યોહતો જે 34600 ની નીચે બંધ થયો હતો S&P 500 આશરે 1% ઘટ્યો છે. નાસ્ડેક પણ 138 પોઇન્ટ ઘટીને 3 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આઇટી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 10 વર્ષના યુએસ બોન્ડની ઉપજ 1.36% છે. ચીનમાં બજારો આજે અને કાલે બંધ રહેશે. બીજી બાજુ હોંગકોંગના બજારો બુધવારે બંધ રહેશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આજે એશિયાઈ બજારોમાં નબળાઈની સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 149.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.22 ટકાનો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. જ્યારે હેંગ સેંગ 3.32 ટકા તૂટીને 24,093.27 ના સ્તર પર જોવા મળી રહ્યા છે. આજે ચીન, જાપાન, કોરિયા અને તાઈવાનના બજાર બંધ રહેશે.

Paras Defence and Space IPO લાવશે
પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો 170.77 કરોડ રૂપિયાનો IPO આગામી સપ્તાહે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 21-23 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPO ની પ્રાઇસ બેન્ડ 165-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ IPO હેઠળ 140.6 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે અને ઓફર ફોર સેલ (OFS) હેઠળ રૂ 30.17 કરોડના 17.24 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ જે સેક્ટરમાં છે, તે સેક્ટરમાં કોઈ પણ કંપની ભારતીય બજારમાં લિસ્ટેડ નથી એટલે કે તેની પાસે દેશમાં કોઈ લિસ્ટેડ ઈન્ડસ્ટ્રી પિયર્સ નથી.

 

આ પણ વાંચો :  PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : HOME LOAN : ફેસ્ટિવલ સિઝનમાં બેંકોએ હોમ લોનના દર ઘટાડયા અને પ્રોસેસિંગ ફી કરી માફ, જાણો કેટલો થશે લાભ ?

Next Article