Share Market all Time High : શેરબજારના બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી, Sensex 60,442 અને Nifty 18,032 સુધી ઉછળ્યા

|

Oct 11, 2021 | 11:38 AM

કારોબારના એક કલાક બાદ બજારમાં તેજી દેખાઈ છે. નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી(Nifty All Time High) નોંધાવી છે. નિફ્ટી 18,032.50 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો છે. સેન્સેક્સ પણ(Nifty All Time High) 60,442.53 ને પાર પહોંચ્યો છે.

Share Market all Time High  : શેરબજારના બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી, Sensex 60,442 અને Nifty 18,032 સુધી ઉછળ્યા
Stock Market

Follow us on

Share Market All Time High : ભારતીય શેરબજાર(Share Market)માં આજે નબળાઈ  સાથે શરૂઆતના પગલે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંક નબળાઈથી શરૂ થયા હતા.  જોકે કારોબારના એક કલાક બાદ બજારમાં તેજી દેખાઈ છે. નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી(Nifty All Time High) નોંધાવી છે. નિફ્ટી 18,032.50 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો છે. સેન્સેક્સ પણ(Nifty All Time High) 60,442.53 ને પાર પહોંચ્યો છે.

આજે ઓટો, મેટલ, બેંક અને રિયલ્ટી શેરોમાં ખરીદી છે.  TCS, HCLTECH, TECHM, Infosys, BHARTIARTL અને DRREDDY માં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે સેન્સેક્સ 30 ના 24 શેરોમાં તેજી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી છે.

વૈશ્વિક સંકેતો મિશ્ર
બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણો છે. SGX નિફ્ટીમાં નબળાઈ જોવા મળી રહી છે. નિક્કી 225 અને સ્ટ્રેટ ટાઇમ્સ તેજી સાથે વેપાર કરી રહ્યા છે. શુક્રવારે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં નબળા જોબ ડેટાના કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. શુક્રવારે ડાઉ જોન્સ લગભગ 9 પોઈન્ટ નબળો પડ્યો અને 34,746 ના સ્તર પર બંધ થયો. નાસ્ડેક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં પણ ઘટાડો થયો છે. યુ.એસ.માં 10 વર્ષના બોન્ડની ઉપજ વધીને 1.57 ટકા થઈ છે. વર્ષના અંત સુધીમાં બોન્ડ યીલ્ડ વધુ વધવાની ધારણા છે. મોંઘવારી અને વ્યાજદરમાં વધુ વધારો થવાની સંભાવના અંગે પણ ચિંતા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શુક્રવારે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો
અગાઉ શુક્રવારે સ્થાનિક શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 17900 ની નજીક પહોંચી ગયો જ્યારે સેન્સેક્સ પણ 60 હજારની ઉપર બંધ થયો હતો. સેન્સેક્સ 381 પોઇન્ટ વધીને 60059 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 105 પોઇન્ટના વધારા સાથે 17895 ના સ્તર પર બંધ થયો હતો. આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 30 ના 15 શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. Top Gainers માં Infosys , TECHM, HCLTECH, TCS, LT, TATASTEEL અને INDUSINDBK નો સમાવેશ થયો હતો..

આ પરિબળ બજાર માટે મહત્વના છે
ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકના ત્રિમાસિક પરિણામો આ અઠવાડિયે આવવાના છે. ત્રિમાસિક પરિણામો ઉપરાંત મેક્રો ઇકોનોમિક ડેટા અને ગ્લોબલ ટ્રેન્ડ પણ બજારને માર્ગદર્શન આપશે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા અને મોંઘવારીના આંકડા મંગળવારે આવશે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત મોંઘવારીનો ડેટા ગુરુવારે આવશે. આ સિવાય FIIનો ટ્રેન્ડ, બ્રેન્ટ ક્રૂડની કિંમત અને રૂપિયાની હિલચાલ પણ બજાર માટે મહત્વની રહેશે.

 

આ પણ વાંચો :  Aditya Birla Sun Life AMC share Listing: આજે લિસ્ટિંગ થઇ રહેલા શેર અંગે શું છે નિષ્ણાંતોના અભિપ્રાય,જાણો કેટલું છે GMP?

 

આ પણ વાંચો : Upcoming IPO in October : Paytmઅને Policybazaar સહીત 5 કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો વિગતવાર

Published On - 9:48 am, Mon, 11 October 21

Next Article