Share Market: ઉતાર-ચઢાવના અંતે SENSEX 86 અને NIFTY 7 અંક ગગડીને બંધ થયા

આજે ભારતીય શેરબજાર(Share Market)માં ભારે વધઘટના અંતે ઘટાડો દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 87 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે, 49,77171.29 પર બંધ થયો હતો.

Share Market: ઉતાર-ચઢાવના અંતે SENSEX 86 અને NIFTY 7 અંક ગગડીને બંધ થયા
Stock Market Trading Symbolic Pic.
| Edited By: | Updated on: Mar 22, 2021 | 4:41 PM

આજે ભારતીય શેરબજાર(Share Market)માં ભારે વધઘટના અંતે ઘટાડો દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 87 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે, 49,77171.29 પર બંધ થયો હતો તો નિફ્ટીએ 7 પોઇન્ટના સામાન્ય ઘટાડાના અંતે 14,736.40 ની સપાટી ઉપર કારોબાર સમાપ્ત કર્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક          ઘટાડો
સેન્સેક્સ  49,771.29     −86.95 
નિફટી     14,736.40    −7.60 

આજના કારોબાર દરમ્યાન સેન્સેક્સમાં 30 શેરોમાં 16 શેર વધ્યા હતા. ઇન્ડેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં સૌથી વધુ 4% ઘટાડો થયો હતો જ્યારે ટેક મહિન્દ્રા અને સન ફાર્મા 2% વધ્યા હતા. મુખ્ય શેરમાં ટીસીએસ, ઇન્ફોસીસ અને સન ફાર્માએ 2% નો ઉછાળો નોંધાવ્યો હતો. રિલાયન્સ અને એસબીઆઈના શેર 1% સુધી નીચે બંધ થયા છે.

ઇન્ટ્રાડેમાં ઇન્ડેક્સ પણ દિવસના ઉચ્ચતમ સ્તર 49,878 અને સૌથી નીચા સ્તર 49,281 ને સ્પર્શ્યો છેએટલે કે સેન્સેક્સમાં 600 પોઇન્ટ સુધી ફેરફાર દેખાયો હતો બેન્કિંગ શેરમાં સૌથી વધુ વેચાણ થયું હતું. રોકાણકારોએ માર્કેટમાં સૌથી વધુ બેંકિંગ શેર વેચ્યા છે. ખાનગી ક્ષેત્રના બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો થયો છે. NSE પર નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 558 અંક એટલે કે 1.63% નીચે 33,603.45 પર બંધ રહ્યો. આ ઉપરાંત ઓટો સેક્ટરના શેરમાં પણ ઘટાડો થયો છે. આઇટી ક્ષેત્રના શેરમાં સારી ખરીદી થઇ છે. ઇન્ડેક્સ 1.85% વધીને 26,035.35 પર બંધ રહ્યો છે.

એક્સચેન્જ પર 49% શેરોનો ભાવ વધ્યા છે. BSE માં 3264 શેરમાં કારોબાર થયો હતો. 1601 શેરમાં વધારો અને 1441 શેરમાં ઘટાડો નોંધાયો છે. કુલ 358 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 19 માર્ચ સુધીમાં 203.44 લાખ કરોડ રૂપિયાથી વધીને રૂ 204.40 લાખ કરોડ થઈ ગઈ છે.

શેરબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો .
SENSEX
Open   49,878.77
High   49,878.77
Low    49,281.02

NIFTY
Open   14,736.30
High   14,763.90
Low    14,597.85